કાળીચૌદસના દિવસે કરો અભ્યંગ સ્નાન, આખું વર્ષ બીમારીથી બચશો, જ્યોતિષના મતે જાણો મહત્વ
દરેક ઘર રોશનીથી ઝળહળી રહ્યા છે, માર્કેટમાં છેલ્લી ઘડીની ખરીદીની ભીડ છે. મીઠાઈની દુકાનો પર લાઈનો લાગી રહી છે, બાળકોની શાળામાં વેકેશન પડી ચૂક્યુ છે. કારણ કે, દિવાળી આવી ગઈ છે. તહેવારોની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. બાળકો ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે, તો મોટેરા પૂજા પાઠ કરીને, જુદી જુદી રીતે દિવાળી ઉજવી રહ્યા છે. દિવાળી એક એવો તહેવાર છે, જેમાં દરેક દુઃખને, સ્ટ્રેસને ભૂલીને દરેક વ્યક્તિ ઉજવણી કરે છે.
- Advertisement -
આમ તો આપણને બધાને ખબર છે, 14 વર્ષના વનવાસ બાદ જ્યારે પ્રભુ શ્રી રામ ઘરે પાછા આવ્યા, ત્યારથી દિવાળીની ઉજવણી શરૂ થઈ, પરંતુ ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોની ઉજવણી સાથે જુદી જુદી પરંપરા જોડાયેલી છે. જે સદીઓથી ચાલી આવે છે. જેમાંથી કેટલીક વિધિ અને પરંપરાઓ ખૂબ જ રસપ્રદ છે, જેમકે કાળી ચૌદસના દિવસે કરવામાં આવ્યું અભ્યંગ સ્નાન, જેમાં અત્તર અને તેલથી સ્નાન કરવાનું હોય છે.
ધનતેરસની ઉજવણીની ખાસ વાત
ધનતેરસના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. સોના ચાંદીની ખરીદી થાય છે, એ તો બધાને જ ખબર છે. આ દિવસે એક મૂહર્ત જોઇને લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે, ચોપડા પૂજન અને જે પણ વ્યવસાય હોય તેની પૂજા કરીને આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. ધનતેરસની ઉજવણી પાછળની માન્યતા એવી છે કે દેવી લક્ષ્મીનું આહ્વાન કરતા પહેલાં, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા અને યમને પ્રસન્ન કરવા માટે કાર્યોની શુદ્ધિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમને જણાવી દઇએ કે કુબેર પણ આસુરી શક્તિને દૂર કરનાર દેવ છે.
- Advertisement -
પરંતુ ધનતેરસ એ આરોગ્ય માટે પણ મહત્વનો દિવસ છે, જે ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરવામાં આવે છે. જેનું કારણ છે કે ભગવાન ધન્વંતરીને દવા અને સારવારના દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રો અને વેદો, પુરાણો પ્રમાણે ધન્વંતરિ ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે. આ સાથે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથાનો પણ ઉલ્લેખ છે, ભાગવત પુરાણ અનુસાર, ધનતેરસના દિવસે વામન અવતારે રાક્ષસ રાજા બલિ પાસેથી ત્રણ લોકનું દાન માગ્યું હતી અને દેવતાઓને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસના તહેવારની ઉજવણી કરી હતી.
કાળી ચૌદસ / નરક ચતુર્દશી (શક્તિ અને શુદ્ધિ માટેનો દિવસ)
ધનતેરસ બાદ આવે છે કાળી ચૌદસનો દિવસ. જે દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો નાશ કર્યો હતો, આ દિવસ નકારત્મક્તા પર સકારાત્મકતાના વિજયનો પ્રતિક છે. કાળી ચૌદસના દિવસે અનેક માન્યતા હોય છે, એવું પણ સાંભાળ્યું હશે કે આ દિવસે લોકો ઘરમાં ભજીયા બનાવે છે અને તે ભજીયા ઘરમાંથી કાઢીને ચાર રસ્તે મૂકવામાં આવે છે. તેનું કારણ છે કે, આ ભજીયા થકી ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જા અને કકળાટ તેઓ ઘરની બહાર કાઢે છે. આ વિધિ થકી ઘરમાંથી નેગેટિવ ઉર્જા દૂર થાય તેવું માનવામાં આવે છે. આખા વર્ષમાં ફક્ત આ દિવસે જ આ વિધિ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ દિવસે માતા કાળીની પૂજન પણ કરવામાં આવે છે. પણ તમને ખબર છે આ દિવસે અભ્યંગ સ્નાન પણ કરવામાં આવે છે જેની એક જૂની માન્યતા છે.
અભ્યંગ સ્નાન શું છે કેમ કરવામાં આવે ?
પ્રખ્યાત એસ્ટ્રોલોજર અંકિત શાહના કહેવા અનુસાર અભ્યંગ સ્નાન સદીઓ પહેલા ઋષિમુનિઓ કરતા હતા, જેનું એક માત્ર કારણ હતું કે, શિયાળાની ઋતુ દિવાળી બાદ આવતી હોય છે એટલે તેમાં કોઇ પણ રોગ ના થાય એટલે આ સ્નાન કરવામાં આવે છે. પરંતુ યુગ બદલાતા આ પરંપરા લુપ્ત થતી જાય છે. પણ અભ્યંગ સ્નાન કરવાથી અનેક ફાયદા છે, કાળી ચૌદસની સવારે, અત્તર અને તેલ સાથે સ્નાન કરી શરીર અને આત્માનું શુદ્ધિકરણ કરવાનું હોય છે. જે બાદ જ નકારાત્મકતાના નિવારણ માટે માતા કાળી અથવા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
દિવાળી (પ્રકાશ અને લક્ષ્મી પૂજા માટેનો દિવસ)
દિવાળી એટલે વર્ષનો અંતિમ દિવસ અને પ્રકાશ પર્વ. જેમાં દુઃખ કે આફતરૂપી અંધકાર દૂર કરી સફળતા અને સુઃખ રૂપી સુરજ ઉગવાના પ્રતીક રીતે ઉજવણી કરવામાં આવે છે. આ જ દિવસે પ્રભુ રામચંદ્રજીના અયોધ્યામાં પાછા ફર્યા હતા, જેને લીધે પ્રકાશના અંધકાર પર વિજય તરીકે આ ઉત્સવ ઉજવાય છે.
આ દિવસ માતા લક્ષ્મી માટે સમર્પિત છે. સાંજે પરિવાર એકત્ર થઈ માતા લક્ષ્મી અને વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરે છે. ઘરની સુ:ખ અને શાંતિ માટે. આ પૂજામાં મીઠાઈ, ફૂલો અને મિશ્ઠાનનો ભોગ ચઢાવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે, જે આનંદ અને પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ ત્રણ દિવસ શરીર, મન અને આત્માની શુદ્ધિ અને શાંતિની યાત્રાનો દિવસ છે.