મા દુર્ગાની પવિત્ર નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં અખંડ જ્યોતના કેટલાક નિયમો શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યા છે.
મા દુર્ગાની પવિત્ર નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. આ નવ દિવસોમાં માતાના ભક્તો માતાની પૂજા-અર્ચના કરે છે, જેના કારણે મા પ્રસન્ન થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. એવી માન્યતા છે કે અખંડ જ્યોત પ્રગટાવવાથી માતા પોતે દીવામાં બિરાજમાન થાય છે અને પરિવારના સભ્યોને પોતાના આશીર્વાદ આપે છે. અખંડ જ્યોતના કેટલાક નિયમો શાસ્ત્રો અને પુરાણોમાં જણાવવામાં આવ્યા છે.
- Advertisement -
મનમાં જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માતાની સામે અખંડ જ્યોત પ્રગટાવવા પહેલા મનમાં જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ લો અને તેને પૂર્ણ કરવા માટે માતા પાસેથી આશીર્વાદ લો. આ પછી ભગવાન ગણેશ, મા દુર્ગા અને શિવજીની પૂજા કરો. આ પછી ‘ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલિની દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે’ મંત્રનો જાપ કરવાથી લાભ થશે.
અખંડ જ્યોત લાલ રંગનું કપડું રાખીને કરો
અખંડ જ્યોત હંમેશા લાલ રંગનું કપડું રાખીને અથવા પાટલા પર રાખીને દીવો પ્રગટાવો. જો તમે તમારી અખંડ જ્યોત માતાની સામે જમીન પર રાખી રહ્યા હોય તો તેની નીચે અષ્ટદળ બનાવીને દીવો પ્રગટાવો. અષ્ટદળ હંમેશા પીળા રંગના ચોખા અથવા ગુલાલથી બનાવવામાં આવે છે. અખંડ જ્યોત હંમેશા રક્ષાસૂત્ર અથવા કલાવાથી બનાવો.
- Advertisement -
ઘીનો ઉપયોગ કરી પ્રગટાવો દીવો
અખંડ જ્યોત પ્રગટાવતી વખતે માત્ર ઘીનો ઉપયોગ કરો. જો ઘી હાજરમાં ન હોય તો સરસવનું તેલ કે તલનું તેલ પણ વાપરી શકાય છે. દીવો હંમેશા માતાની જમણી બાજુ રાખવો.જ્યારે તેલનો દીવો ડાબી બાજુ રાખવામાં આવે છે. જો પિત્તળનો દીવો ન હોય તો માટીનો દીવો વાપરી શકાય.વાસ્તુ જાણકારો અનુસાર માંની સામે પ્રગટાવવામાં આવેલો દિવો દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખવો શુભ માનવામાં આવે છે. આ સિવાય અખંડ દીવો વારંવાર ન બદલો. દીવા સાથે ક્યારેય અન્ય દીવો ન પ્રગટાવો. એવું કહેવાય છે કે આવું કરો તો રોગ વધે છે. અખંડ જ્યોત ફૂંક મારવાથી કે તમારી જાતે જ ઓલવવી ન જોઈએ. તેના બદલે તેને જાતે જ ઓલવા દેવી જોઈએ.