લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં 1 વાગ્યા સુધી સરેરાશ 40.09 ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.
રાજ્ય | 1 વાગ્યા સુધીમાં મતદાન |
બિહાર | 35.65% |
ચંદીગઢ | 40.14% |
હિમાચલ | 48.63% |
ઝારખંડ | 46.80% |
ઓડિશા | 37.64% |
પંજાબ | 37.80% |
ઉત્તર પ્રદેશ | 39.31% |
પશ્ચિમ બંગાળ | 45.07% |
બપોરે 1 વાગ્યા સુધી 40% મતદાન
લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 1 વાગ્યા સુધી 40% મતદાન નોંધાયું છે. બિહારમાં 35.65%, હિમાચલ પ્રદેશમાં 48.63%, ઝારખંડમાં 46.80%, ઓડિશામાં 37.64%, પંજાબમાં 37.80%, ઉત્તર પ્રદેશમાં 39.31%, પશ્ચિમ બંગાળમાં 45.07%, ચંદીગઢમાં 40.14% મતદાન નોંધાયું છે.
- Advertisement -
સવારે 11 વાગ્યા સુધી 26% મતદાન
લોકસભા ચૂંટણી 2024ના 7માં તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 26.30% મતદાન નોંધાયું છે. બિહારમાં 24.25%, હિમાચલ પ્રદેશમાં 31.92%, ઝારખંડમાં 29.55%, ઓડિશામાં 22.64%, પંજાબમાં 23.91%, ઉત્તર પ્રદેશમાં 28.02%, પશ્ચિમ બંગાળમાં 28.10% અને ચંદીગઢમાં 25.03% મતદાન થયું હતું.