વીઆઈપી જગ્યા ખાલી કરવાનું કહેતા કારખાનેદાર સહિત ત્રણ મેમ્બર પર હુમલો
તાલુકા પોલીસે ગુનો નોંધી મહેક ગોસ્વામીની રાતોરાત કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના અમીન માર્ગ પર જાનવી એપાર્ટમેન્ટમાં રહેતા અને કોટડા સાંગાણી તાલુકાના પીપલાણા ગામે રીનાઉન ઇન્ડસ્ટ્રીઝ નામથી ફેક્ટરી ધરાવી વેપાર કરતા મૌલિકભાઈ જયેશભાઈ પરસાણા ઉ.36એ મહેકગિરી ગોસ્વામી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં છેલ્લા 15 વર્ષથી કમિટી મેમ્બર તરીકે સેવા આપું છું ગત રાત્રિના નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવ કે જે કણકોટ રોડ પરસાણા ચોક ખાતે થાય છે ત્યાં હાજર હતો અને અમો આ નવરાત્રી મહોત્સ વમાં કમિટી મેમ્બર તરીકે વ્યવસ્થામાં વ્યસ્ત હતા દરમિયાન સાડા દસેક વાગ્યાના અરસામાં વીઆઈપી બેઠક વ્યવસ્થામાં બધા માણસો પોત પોતાના પરિવાર સાથે બેસી નવરાત્રી મહોત્સવ નિહાળી રહ્યા હતા ત્યારે અમારા આમંત્રિત સ્પેશિયલ મહેમાન પધારતા બેઠક વ્યવસ્થાના આગળના ભાગે આમંત્રિત મહેમાનની સીટ ઉપર એક વ્યક્તિ પોતાના પરિવાર સાથે બેઠો હોય જેથી અમારી કમિટીના ક્ધવીનર ચેતનભાઈ સગપરિયા તથા નીલદીપભાઈ તળાવિયાએ આ સીટ પર બેસેલ વ્યક્તિને ત્યાંથી ઊભા થઈ પાછળની સીટમાં જતું રહેવા જણાવતા તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને કહેવા લાગેલ કે હું પણ ટઈંઙ પાસ લઈને બેઠો છું તમે મને અહીંથી ઉભો કેમ કરી શકો તેમ કહી બહુ જ અભદ્ર ભાષામાં ગાળો બોલવા લાગ્યો હતો જેથી અમે તેને સમજાવવા પ્રયત્ન કરેલ પરંતુ તેને કોઈની વાત માનેલ નહીં અને મોબાઈલ કાઢી વિડીયો/શુટીંગ ઉતારવા લાગ્યો હતો જેથી તેને વિડીયો/શુટીંગ નહીં ઉતારવાનું કહેતા પેન્ટના નેફામાંથી એક સ્ટીલની છરી કાઢી જેમ ફાવે તેમ ફેરવવા લાગેલ જેથી તેને રોકવા જતા તેણે મને હાથ અને કોણીમાં છરીના ઘા મારી દીધા હતા તેમજ કમિટી મેમ્બર અશોકભાઈ રત્નાભાઈ ફળદુને કાન ઉપર તથા હાથના અંગૂઠામાં તેમજ હરેશભાઈ રમેશભાઈ સોરઠીયાને જમણા ખંભાના ભાગે તથા કોણીની નીચેના ભાગે છરી વડે ઇજાઓ કરી હતી તે દરમિયાન અમને લોહી નીકળવા લાગતા વ્યવસ્થાના ભાગરૂપે એક એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ સાથે હાજર રહેતી હોય તે એમ્બ્યુલન્સમાં અમને ત્રણેયને સિનર્જી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.નવરાત્રી મહોત્સવમાં છરીઓ ઉડતા તાત્કાલિક તાલુકા પોલીસ, એસીપી બી જે ચૌધરી, ડીસીપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને હુમલાખોર અટલ સરોવર લાઈટ હાઉસમાં રહેતા મહેકગિરી જગદીશગિરી ગોસ્વામીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી જો કે તેને પણ ઝપાઝપી દરમિયાન ઈજાઓ થઇ હોય સારવાર અપાવવામાં આવી હતી ગરબામાં છરીઓ ઉડતા દેકારો બોલી ગયો હતો.
માથાકૂટ બાદ ગ્રાઉન્ડમાંથી એક શખ્સ પીધેલી હાલતમાં પકડાયો
ગત રાત્રે ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રી મહોત્સવમાં થયેલ હુમલા બાદ તાલુકા પોલીસ મથકના પીઆઈ ડી. એમ.હરિપરા સહિતની ટિમ દોડી ગઈ હતી અને સઘન ચેકીંગ પણ હાથ ધર્યું હતું છરીથી હુમલો થતા અહીં હાજર લોકોને તપાસ કરતાં એક યુવકના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતા પોલીસે તેનું નામ પૂછતા મેટોડાનો જેનિલ શૈલેષ વેકરિયા ઉ.20 હોવાનું જણાવ્યું હતું તાલુકા પોલીસે પીધેલી હાલતમાં પકડાયેલ યુવાન સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



