હૈદરાબાદનો ફાઇનલમાં સૌથી ઓછો સ્કોર, KKRના બેટરોએ સૌથી ઝડપી રન ચેઝ કર્યું
IPL 2024 સીઝન પૂરી થઈ ગઈ છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ કોલકાતાએ છેલ્લે 2014ની સિઝનમાં આ ટાઈટલ જીત્યું હતું અને હવે 10 વર્ષ પછી આ ટાઈટલ જીત્યું હતું.
- Advertisement -
IPL વિજેતા ટીમને રૂ. 20 કરોડ આપવામાં આવ્યા
BCCIએ આ વર્ષે પ્રથમ વખત પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ આપ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમે એવોર્ડ જીત્યો અને ઈનામ તરીકે રૂ. 50 લાખ મેળવ્યા હતા. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ IPL વિજેતા ટીમને રૂ. 20 કરોડ આપવામાં આવ્યા હતા. સાથે જ ફાઈનલમાં હારેલી ટીમને ગયા વર્ષની જેમ રૂ. 12.5 કરોડ આપવામાં આવ્યા હતા.
ખેલાડીઓનું પ્રદર્શન: વેંકટેશની ફિફ્ટી, રસેલે 3 વિકેટ ઝડપી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સન રાઈઝર્સ તરફથી કેપ્ટન પેટ કમિન્સ સૌથી વધુ 24 રન બનાવ્યા હતા, જ્યારે એડન માર્કરામે 20 રનની ઇનિંગ રમી હતી. અભિષેક શર્મા 2, ટ્રેવિસ હેડ 0 અને રાહુલ ત્રિપાઠી 9 રને આઉટ થયા હતા. નીતીશ રેડ્ડી 13 અને હેનરિક ક્લાસેન 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આન્દ્રે રસેલે 3 વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી.
- Advertisement -
જવાબી ઇનિંગ્સમાં કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે 26 બોલમાં 52 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. રહેમાનુલ્લા ગુરબાઝે 32 બોલમાં 39 રન બનાવ્યા હતા. પેટ કમિન્સ અને શાહબાઝ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.
આટલી પ્રાઈઝ મની આપવામાં આવી
આ ઉપરાંત આઈપીએલમાં ખર્ચવામાં આવેલી રકમને લઈને લીગ હંમેશા સમાચારમાં રહે છે. ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત અન્ય ઘણા એવોર્ડ્સ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેર પ્લે એવોર્ડ જેવા એવોર્ડ સામેલ છે. એવામાં જાણીએ કે આ તમામ એવોર્ડ્સ, તેમાં આપવામાં આવતી ઇનામની રકમ અને વિજેતા વિષે જોઈએ.
એવોર્ડ | પ્રાઇઝ મની (રૂ.) | વિજેતા |
પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ | 50 લાખ | હૈદરાબાદ ક્રિકેટ એસો |
પર્પલ કેપ વિનર | 10 લાખ | હર્ષલ પટેલ |
ઓરેન્જ કેપ વિનર | 10 લાખ | વિરાટ કોહલી |
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન | 10 લાખ | સુનીલ નારાયણ |
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન | 10 લાખ | નીતિશ રેડ્ડી |
ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન | 10 લાખ | જેક ફ્રેઝર મેકગર્ક |
સીઝનના સુપર સિક્સ | 10 લાખ | અભિષેક શર્મા |
સીઝનના સુપર ફોર | 10 લાખ | ટ્રેવિસ હેડ |
ફેર પ્લે એવોર્ડ | 10 લાખ | સનરાઇઝર્સ હૈદરાબાદ |
કેચ ઓફ ધ સીઝન | 10 લાખ | રમનદીપ સિંહ |
પ્લેયર ઓફ ધ મેચ | 5 લાખ | મિચેલ સ્ટાર્ક |