જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની 65મી અને સાવજ સહકારી દૂધ ઉત્પાદન સંઘની 15મી સાધારણ સભા યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીએ ગુજરાત સરકારના રૂ. 11 કરોડના અનુદાન સહિત કુલ રૂ.35 કરોડના ખર્ચે ખોખરડા ગામ નજીક નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ વાર્ષિક સાધારણ સભાઓ પૂર્વે પ્રાકૃતિક કૃષિ શિબિર પણ યોજાઈ હતી.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે સંબોધતા જણાવ્યું કે, ખેતીની સાથે પશુપાલન વ્યવસાય અપનાવવામાં આવે તો ખેડૂતોને એક નિશ્ચિત અને સ્થિર આવક પ્રાપ્ત થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના પ્રદેશોમાં પશુપાલનના વ્યવસાયથી લોકો સમૃદ્ધિ તરફ વળ્યા છે.જયારે આ પ્રસંગે મંત્રીએ સન્માનિત થનાર શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મંડળીઓ અને પ્રગતિશીલ ખેડૂતોને અભિનંદન પણ પાઠવ્યા હતા.