કેશોદ પોલીસે ભાઈનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ કેશોદ તાલુકાના એકલેરા ગામના પૂર્વ સરપંચ રામભાઈ સીસોદીયાએ પોતાને ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.કેશોદ પોલીસે તેમના ભાઈ જીલુભાઈ સિસોદીયાનું નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રામભાઈએ સુસાઇટ નોટ પણ લખી છ,ે જેમાં કેશોદ પોલીસને સંબોધીને એવું લખવામાં આવ્યું છે કે, અગાઉનું મનદુ:ખ રાખીને મારી સામે ખોટા કેસ ઉભા કરી મને હેરાન પરેશાન કરવામાં આવે છે અને હું માનસિક રીતે ત્રાસી ગયો છું. જેના લીધે મારા પર થતા અત્યાચારથી હું થાકી ગયો છું અને મને ન્યાય મળે અને યોગ્ય દિશામાં તપાસ કરવાનું જણાવ્યું છે. હાલ પોલીસે રામભાઈના ભાઈનું નિવેદન જાણવા જોગ લઈને વધુ તાપસ હાથ ધરી છે.