આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ભુમિકા પર અનેક તર્ક વિતર્કો !
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર શહેરમાં ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવી સ્થિતિ જોવા મળી હતી. ગુજરાતની ચુંટણીમાં જીતના દાવા કરતી આમ આદમી પાર્ટીના વાંકાનેર ખાતેના રોડ-શોમાં નાગરિકોની પાંખી હાજરી આંખે ઉડીને વળગે તેવી દેખાય હતી.
- Advertisement -
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ચહેરા એવા અરવિંદ કેજરીવાલનો ગઈકાલે વાંકાનેર શહેરના પુલ દરવાજાથી હાઈવે જકાતનાકા સુધી રોડ-શો યોજાયો હતો. આમ આદમી પાર્ટીના આ રોડ શોમાં લોકોએ રસ નહીં દાખવતા પાંખી હાજરીથી રોડ-શો ઝડપથી પુરો કરાયો હતો જેમાં આ રોડ-શોમાં મતદારો કરતા કાર્યકરોની સંખ્યા વધું જોવા મળી હતી જેથી આગામી ચુંટણીમાં આમ આદમી પાર્ટીના વાંકાનેર વિસ્તારમાં પ્રદર્શનો ચર્ચાના ચકડોળે ચડી છે.