કોઇના જામીન છતાં ઇડી કેમ સમન્સ પાઠવે છે? કાર્યવાહી ગેરકાયદે ગણાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ ઇડીનું વધુ એક સમન્સ ફગાવ્યું હતું. અદાલત દ્વારા જામીન આપી દેવામાં આવ્યા હોવા છતાં ઇડી એક પછી એક સમન્સ પાઠવી રહી છે તે ગેરકાયદે હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
- Advertisement -
ઇડી દ્વારા આજે અરવિંદ કેજરીવાલને દિલ્હી જલબોર્ડના કેસમાં હાજર થવા સમન્સ પાઠવાયું હતું. આ કેસમાં મની લોન્ડરીંગ કાયદાની કલમ 50 હેઠળ સમન્સ ફટકારવામાં આવ્યું હતું પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા.
આમ આદમી પાર્ટી દ્વારા નિવેદનમાં એમ કહેવામાં આવ્યું છે કે અદાલતે જામીન આવી દીધા હોવા છતાં ઇડી દ્વારા કેમ એક પછી એક સમન્સ પાઠવવામાં આવે છે? આ સમન્સ ગેરકાયદે છે.
દિલ્હી જલ બોર્ડના કેસ અંતર્ગત ‘આપ’ના નેતા આતિશીએ કહ્યું કે, ઇડી દ્વારા કેજરીવાલને તેડુ મોકલવામાં આવ્યું તે કેસ જ બોગસ છે કેજરીવાલને અદાલતે જામીન આપ્યા જ હતા.
- Advertisement -
બીજી તરફ શરાબ નીતિ કેસમાં પણ ઇડીએ કેજરીવાલને નવમું સમન્સ ફટકાર્યું છે અને 21મીએ હાજર થવાનું ફરમાન કર્યું છે. અત્યાર સુધીમાં આઠ સમન્સમાં કેજરીવાલ હાજર થયા નથી અને દરેક સમન્સને ગેરકાયદે જ ગણાવ્યા છે.
રાજકીય ઇશારે કેજરીવાલ પર કાર્યવાહી થઇ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષોને ખતમ કરવા તથા વિપક્ષી સરકારો ઉથલાવવાનો ભાજપનો પ્લાન છે તેવો ‘આપ’નો આરોપ છે.