અમેરિકામાં પાકિસ્તાની પત્રકારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નેમપ્લેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર અમેરિકા વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી દીધી હોવાથી આ મુદ્દાની ચર્ચા કરવી યોગ્ય નથી.
ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રા માર્ગ પર આવતી દુકાનો પર નેમપ્લેટ લગાવવાનો આદેશ આપ્યો હતો. જો કે તેના પર વિવાદ થતાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આ નિર્ણયના અમલી પર રોક લગાવી દીધી હતી. આ મુદ્દે પાકિસ્તાની પત્રકારે અમેરિકામાં મુદ્દો ઉઠાવ્યો હતો.
- Advertisement -
અમેરિકામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે નેમપ્લેટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર અમેરિકા વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યુ મિલરે જણાવ્યું કે ભારતીય સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રા પર આવતા ભોજનાલયો પર નેમપ્લેટ લાગુ કરવા પર રોક લગાવી દીધી છે. જેથી આ નિર્ણય પર હવે સવાલ ઉઠાવી ન શકાય.
આ સાથે જ તેમણે જણાવ્યું કે અમેરિકાએ તમામ ધર્મો માટે સમાન વ્યવહારના મહત્વ પર ભાર મુકતા ભારતીય સમકક્ષો સાથે વાતચીત કરી છે. અમે દુનિયામાં ક્યાય પણ તમામ ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાના અધિકારને સન્માન આપવા અને તેનું રક્ષણ કરવા કટિબદ્ધ છીએ.
શું હતો નેમપ્લેટ વિવાદ
ઉત્તર પ્રદેશ સરકારે કાવડયાત્રાના રૂટ પર આવતી તમામ દુકાનોના માલિકોને તેમની દુકાન આગળ તેમના નામ લખવાનો આદેશ આપ્યો હતો. જેથી કાવડીઓને ખબર પડે કે દુકાનદારનું નામ શું છે. જો કે સૌથી પહેલા મુઝફ્ફરનગર પોલીસે કાવડયાત્રા રૂટ પરના તમામ ખાણીપીણીને તેમના માલિકોના નામ જાહેર માટે નિર્દેશ આપ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકારે તેને સમગ્ર રાજ્યમાં ફેલાવ્યો.