દિલ્હીના રાજપથનું હવે નામ કર્તવ્ય પથ થઇ ગયું. NDMCએ પોતાની બેઠકમાં આ વાતને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય મંત્રી મીનાક્ષી લેખીએ પોતાના ઐ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, રાજપથનું નામ બદલવાનો નિર્ણય માતૃભૂમિની સેવા કરવા માટે મારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાની વાત છે.
રાજપથ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે, જેની લંબાઇ 3 કિલોમીટર છે. રાજપથ પર જ દર વર્ષ સ્વતંત્ર દિવસની પરેડ નિકળે છે. કેન્દ્ર સરકારએ હાલમાં જ એનું નામ બદલીને કર્તવ્ય પથ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને મંજૂર કરતા નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ પોતાની મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં નામ બદલવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી. હવે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મૂર્તિથી લઇને રાષ્ટ્રપતિ ભવન સુધીના રોડ અને એ વિસ્તારને કર્તવ્ય પથના નામથી ઓળખવામાં આવશે.
- Advertisement -
સેન્ટ્રલ વિસ્ટાનું ઉદઘાટન કરશે મોદી
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ બનીને તૈયાર થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરના તેનું ઉદઘાટન કરશે. ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથના બંન્ને બાજુના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહે છે. હવે તેનું નામ બદલીને રાજપથથી કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.
102 વર્ષમાં ત્રીજી વાર નામ બદલ્યું
આટલા વર્ષોમાં ત્રીજી વાર રાજપથનું નામ બદલવામાં આવ્યું. બ્રિટિશ શાસનમાં આ રોડનું નામ કિંગ્સવે હતું. આઝાદી પછી તેનું નામ બદલીને રાજપથ કરવામાં આવ્યું, જે કિંગ્સવેનો હિંદી અર્થ થાય. જેનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું.
જાણો રાજપથનો ઇતિહાસ
– વર્ષ 1911માં જ.યારે અંગ્રેજોએ પોતાની રાજધાની કોલકત્તાથી રાજધાની દિલ્હી બનાવી, તો નવી રાજધાનીની ડિઝાઇન કરવાનું નામ જિમ્મા એડવિન લુટિયંસ અને હર્બર્ટ બેકરને સોંપવામાં આવ્યું. વર્ષ 1920માં રાજપથ બનીને તૈયાર થઇ ગયો. પછી કિંગ્સવેને રાજાનો રસ્તો કહેવામાં આવતો.
- Advertisement -
– વર્ષ 1905માં લંડનમાં જોર્જ પંચમના પિતાના સમ્માનમાં એક રોડ બનાવવામાં આવ્યો હતો, જેનું નામ કિંગ્સવે રાખવામાં આવ્યું હતું. જેના સમ્માનમાં દિલ્હીમાં જે રોડ બનાવવામાં આવ્યો, તેનું નામ પણ કિંગ્સવે રાખવામાં આવ્યો. જોર્જ પંચમ વર્ષ 1911માં દિલ્હી આવી ગયા હતા, જ્યાં તેમણે નવી રાજધાનીની જાહેરાત કરી હતી.
– આઝાદી પછી તેનું નામ બદલીને રાજપથ રાખવામાં આવ્યું. જો કે, આ કિંગ્સવેનો જ હિંદી અર્થ હતો. 75 વર્ષોથી રાજપથ પર જ સ્વતંત્ર દિવસની પરેડ થાય છે. હવે કેન્દ્ર સરકારે તેનું નામ બદલીને કર્તવ્ય પથ કરવાનો નિર્ણય કર્યો છે.