સૂત્રોના જણાવ્યા અનુસાર મેનિફેસ્ટોમાં ભાજપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ બહાર મૂકી શકે, સવારે 10 વાગ્યે બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયમાં બહાર પાડવામાં આવશે ચૂંટણી ઢંઢેરો
આજે કર્ણાટકમાં BJP પાર્ટી મેનિફેસ્ટો જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને બીએસ યેદિયુરપ્પા મેનિફેસ્ટો જાહેર કરશે. મેનિફેસ્ટોમાં યુવતીઓ માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીનો ભાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ રહેશે. મેનિફેસ્ટો સવારે 10 વાગ્યે બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયમાં બહાર પાડવામાં આવશે.
- Advertisement -
ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે 224 વિધાનસભા ક્ષેત્રો પર જનતા પાસેથી સૂચનો માંગ્યા હતા. જે વેબસાઈટ, વોટ્સએપ અને ક્યુઆર કોડ દ્વારા માંગવામાં આવ્યા હતા. જાહેર સ્થળો અને પાર્ટીની રેલીઓમાં કેન મૂકવામાં આવ્યા હતા. જેમાં જાહેર જનતા મેનિફેસ્ટો માટે સૂચનો મૂકી શકતી હતી. કોંગ્રેસે મફત વીજળી, ગૃહિણીઓને રોકડ, મફત દસ કિલો ચોખા જેવી ગેરંટી આપી છે.
BJP national president JP Nadda to release party vision document for Karnataka elections today in Bengaluru.
(File pic) pic.twitter.com/8NlpaGy0Sk
- Advertisement -
— ANI (@ANI) May 1, 2023
દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ અને વરિષ્ઠ નેતા બીએસ યેદિયુરપ્પા હાજર રહેશે. ભાજપ તેને વિઝન ડોક્યુમેન્ટ ગણાવી રહ્યું છે, જેની થીમ પ્રજા ધ્વની એટલે કે લોકોનો અવાજ હશે. ભાજપના મેનિફેસ્ટોમાં બોમાઈ સરકારના 4 ટકા મુસ્લિમ આરક્ષણને નાબૂદ કરવાના અને તેને 2 ટકા લિંગાયતો અને 2 ટકા વોક્કાલિંગમાં વહેંચવાના નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. પ્રથમ વખતના મતદારોને આકર્ષવા માટે, યુવાનો અને 12મી પાસ મહિલાઓ માટે જાહેરાત થઈ શકે છે. 2018ના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખ્યું હતું. પક્ષમાં ગાય સંરક્ષણના વચનો પણ સામેલ હતા.