કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તે સરકાર બનાવશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ગઈકાલે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયા બાદ હવે કોંગ્રેસે પણ વચનોની લહાણી કરી છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું છે કે, જો તે સરકાર બનાવશે તો બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે. PFIનો ઉલ્લેખ કરતા પાર્ટીએ કહ્યું- ધર્મના નામે નફરત ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
#WATCH | Congress releases the party's manifesto for the #KarnatakaElections2023
Party president Mallikarjun Kharge, former Karnataka CM and LoP Siddaramaiah, party state president DK Shivakumar and other leaders are present on the occasion. pic.twitter.com/yMIdCZy0Km
— ANI (@ANI) May 2, 2023
- Advertisement -
કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં મતદારોને રીઝવવા કોંગ્રેસે અનેક વચનો આપ્યા છે. જેમાં કોંગ્રેસે દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે અને પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. યુવા મતદારોને આકર્ષવા પાર્ટીએ જાહેરાતો પણ કરી છે. આ અંતર્ગત બે વર્ષ માટે બેરોજગાર સ્નાતકોને દર મહિને 3,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને 1,500 રૂપિયા પ્રતિ માસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓને રાજ્ય સરકારની બસોમાં મફત મુસાફરીનું વચન પણ આપવામાં આવ્યું છે.
#WATCH | BJP national president JP Nadda releases party's vision document/manifesto for Karnataka elections in Bengaluru. pic.twitter.com/qm2wyGdppZ
— ANI (@ANI) May 1, 2023
કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ
– ગૃહ જ્યોતિ હેઠળ, કોંગ્રેસ કર્ણાટકમાં તમામ ઘરોમાં 200 યુનિટ સુધી મફત વીજળી આપશે.
– કોંગ્રેસે ઘરની દરેક મહિલા વડાને ₹2,000 આપવાનું વચન આપ્યું
– ગરીબી રેખા નીચે (BPL) પરિવારના દરેક વ્યક્તિને દર મહિને 10 કિલો અનાજ મળશે
– યુવા નિધિ હેઠળ બેરોજગાર સ્નાતકોને દર મહિને ₹3,000 અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને ₹1,500 આપવામાં આવશે
– કોંગ્રેસે રાજ્યભરની તમામ મહિલાઓને નિયમિત KSRTC/BMTC બસોમાં મફત મુસાફરી આપવાનું વચન
– નાઇટ ડ્યુટી કરતા પોલીસકર્મીઓને 5000 રૂપિયાનું વિશેષ ભથ્થું આપવાનું વચન
– દર વર્ષે દરિયામાં માછીમારી માટે 500 લીટર ટેક્સ ફ્રી ડીઝલ આપવામાં આવશે
– 90 દિવસમાં કામ શરૂ કરવાનું વચન, કોન્ટ્રાક્ટમાં દર્શાવેલ સમયગાળામાં કામ પૂર્ણ કરવાનું અને કોન્ટ્રાક્ટની સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટરોના બિલોની પતાવટ કરવી
– 1000 કરોડનું વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડ બનાવવાનું વચન
– પાંચ હજાર મહિલા ઉદ્યોગ સાહસિકોને મદદ કરવામાં આવશે
– કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 25 હજાર નાગરિક કર્મચારીઓને નિયમિત કરવાનું વચન
– દરેક સપ્લીમેન્ટરી વર્કરનો 10 લાખ સુધીનો વીમો લેવામાં આવશે
– દૂધ સબસિડી રૂ.5 થી વધારીને રૂ.7 કરવામાં આવશે
– ઘેટા-બકરા માટે ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે
JP Nadda releases BJP's manifesto for Karnataka Assembly polls
Read @ANI Story | https://t.co/FR25PPnHX6#JPNadda #BJP #KarnatakaElections2023 #BJPmanifesto pic.twitter.com/9vnH3AKij6
— ANI Digital (@ani_digital) May 1, 2023
ભાજપે પણ જાહેર કર્યો છે ચૂંટણી ઢંઢેરો
કર્ણાટકમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, CM બસવરાજ બોમાઈ સહિતનાં નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. ભાજપે તેના ઢંઢેરામાં 10 લાખ બેઘર લોકોને ઘર આપવાનું વચન પણ આપ્યું છે. આ સાથે સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના માપદંડો અનુસાર અપગ્રેડ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સાથે દર વર્ષે વરિષ્ઠો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે: BJP
ભાજપે તેના મેનિફેસ્ટોમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ઉલ્લેખ કર્યો છે. UCC નો અર્થ છે કે, રાજ્યના દરેક નાગરિક માટે, ધર્મને ધ્યાનમાં લીધા વિના તેના માટે સમાન કાયદો લાગુ થશે. તેના અમલીકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સાથે સામાજિક ન્યાય ભંડોળ યોજના દ્વારા એસસી-એસટી મહિલાઓને 10,000 રૂપિયા સુધીની FDનું પણ વચન આપવામાં આવ્યું છે.
NRC લાગુ કરવાનું વચન
ભાજપે પોતાના ઘોષણાપત્રમાં દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર ખોલવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત લોકોને સસ્તા દરે ભોજન મળશે. ભાજપે કર્ણાટકમાં NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન) લાગુ કરવાનું વચન આપ્યું છે. જે અંતર્ગત ગેરકાયદેસર શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.