કલકત્તા, બંગાળના ઉચ્ચ ઔદ્યોગિક રોય-ઘરાનામાં અંદરોઅંદર ચાલતી ખટપટ, છિનાઝાપટી, પાવર-પ્રેમના કારણે ખેલાતાં પ્રપંચ અને ષડયંત્રોને ડિરેકટર રવિ અધિકારી (પતંગે ફેઈમ)એ ખુબસુરતીથી ફિલ્માવ્યાં છે
શરાફત કે કપડેં ઉતરતે હૈ તો સબ સે જ્યાદા મઝા શરીફો કો હી આતા હૈ આવો ડર્ટી પિકચર ફિલ્મનો ડાયલોગ માનવ મનના તળિયામાં પડેલાં શાશ્વત ગંદવાડ તરફ ઈશારો કરે છે. દંભ, ઈર્ષા, ખૂન્નસ, બદલાની ભાવના, પછાડી દેવાની પ્રકૃતિ માણસ માત્રમાં ઈનબિલ્ટ હોય છે પણ જાહેરમાં એ વિવેક-દંભનો મુખવટો પહેરીને ફરતાં હોય છે પરંતુ અંગત લોકો સામે એ ઉઘાડો થઈ જતો હોય છે. તેથી જ એ સનાતન સત્ય રહ્યું છે કે અંગતજનો જ આસ્તીનનો સાપ બની શક્તાં હોય છે. ડિઝની-હોટસ્ટાર પર ગયા સપ્તાહે જ સ્ટ્રીમ થયેલી ડિરેકટર રવિ (ગૌતમ) અધિકારીની વેબ સિરિઝ કર્મયુધ્ધ આ જ સચ્ચાઈ તળે ઘેરી લાલ લાઈન દોરી આપે છે. કર્મયુધ્ધ ર0રર નું મહાભારત છે અને એ જોતી વખતે તમને શ્યામ બેનેગલની કલયુગ (1981) અને પ્રકાશ ઝાની રાજનીતિ (ર010)ની યાદ અપાવતી રહે છે છતાં કહેવું પડશે કે કર્મયુધ્ધ આ બન્ને ફિલ્મ કરતાં મોટા ગજાની અને વિવિધ પડળ (લેયર) ધરાવતી મહાગાથા સમી વેબસિરિઝ છે. કલકત્તા, બંગાળના ઉચ્ચ ઔદ્યોગિક રોય-ઘરાનામાં અંદરોઅંદર ચાલતી ખટપટ, છિનાઝાપટી, પાવર-પ્રેમના કારણે ખેલાતાં પ્રપંચ અને ષડયંત્રોને ડિરેકટર રવિ અધિકારી (પતંગે ફેઈમ) એ ખુબસુરતીથી ફિલ્માવ્યાં છે. એમ કહી શકાય કે ડિરેકટર કેરિયરના આરંભે જ અઘરી પરીક્ષ્ાા આપીને ફૂલ્લી પાસ થયા છે. કૌટુંબિક-કકળાટ આમ પણ ભારતીય માનસને ગળથૂથીમાં મળે છે અને એમાં ય રિચી-રિચ એમ્પાયરમાં (અંબાણતીઓને કોણે યાદ ર્ક્યા ?) ખટરાગ
- Advertisement -
આઠ એપિસોડની કર્મયુધ્ધ અધિકારી બ્રધર્સનાં હેપી ડિજિટલ હાઉસ તરફથી ડિજિટલ ડેબ્યુ જેવી વેબ સિરિઝ છે પણ તેને મહાગાથાની જેમ પેશ કરવામાં આવી છે
થાય ત્યારે એ વધુ રસદાર બની જતો હોય છે… સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ યશ રોય છોડી ગયેલાં એમ્પાયરની સંપૂર્ણ બાગડૌર પોતાના હાથમાં રાખવા માટે તેમના બન્ને પુત્ર ભીષમ રોય અને વર્ધાન રોય વચ્ચે વૈમનસ્ય પ્રસરી ગયું છે. જો કે વર્ધાન રોય એક અકસ્માત પછી વેજીટેબલ અવસ્થા (કોમા જેવી ક્ધડીશન) માં હોવાથી તેની પત્ની ઈનણી રોયએ જેઠ સામે છૂપો જંગ શરૂ કરી દીધો છે.
હાથીઓની લડાઈમાં વૃક્ષ્ાોનો ખો નીકળે તેમ ભીષમ રોય અને ઈનણી રોય વચ્ચેની લડાઈમાં સતત ઘણાં બધાંનો કચ્ચરઘાણ નીકળતો જાય છે અને પહેલાં જ એપિસોડથી આપણને ખબર પડી જાય છે કે, રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝની એક સાઈટ પર કામ કરતાં ચાલીસ વર્કરોને અંધાધૂંધ ગોળીબારથી ખતમ ર્ક્યા પછી આગ લગાવીને ફૂંકી મારવામાં આવ્યા છે. બંગાળ પોલીસ તેને નક્સલીઓનું પરાક્રમ ગણાવી દે છે પણ ઈનણી રોય આ ઘટનાનો પોતાની તરફેણમાં લાભ ઉઠાવવાના પેંતરા શરૂ કરે છે. હત્યાકાંડ મોટો હોવાથી દિલ્હીથી ઈન્ટેલીજન્સ બ્યુરો તેની તપાસ માટે કલકત્તા પહોંચ્યું છે તો… દૂર આસામમાં ચા ના બગીચા ધરાવતાં ગુરૂ શાસ્ત્રીને પણ તેમાં રસ પડયો છે. આ હત્યાકાંડમાં પોતાનું નામ આવતા બંગાળના નક્સલીઓ ય ઉશ્કેરાયેલાં છે તો કોલેજના યુવા નેતા પણ પરિજનો ગૂમાવનારાઓના ચાલીસ પરિવારના સપોર્ટમાં આવી ગયા છે. આ યુવાનોનો નેતા ગુરૂ શાસ્ત્રીનો દીકરો સમર શાસ્ત્રી છે, જેનો મિત્ર ઈનણી રોયનો જ પુત્ર અભિમન્યુ રોય પણ છે…
આ આખા ધમસાણમાં ડેમોક્રેસી નામની ચેનલનો હેડ આદેશ બાગચી પણ છે, જે ઈનણી રોયની ફેવરમાં બે્રકીંગ ન્યુઝ અને વ્યુઝ આપતો રહે છે તો આસામમાં રહેતા ગુરૂ શાસ્ત્રી માટે પ્રસિધ્ધ ન્યુઝ-બ્લોગર ફિઝા અયુબી પોતાના પોઈન્ટ ઓફ વ્યુહ અને સ્કૂપ અપલોડ કરતી રહે છે…
કર્મયુધ્ધ વેબ સિરિઝમાં અનેક મોરચાં અને દરેક મોરચાના પોતપોતાના યુધ્ધ ચાલે છે અને સ્ક્રીન પ્લે-ડાયલોગ રાઈટર સરીમ મોમિને તેને એક માળામાં પરોવવાની કોશિશ કરી છે એટલે પ્રથમ એક-બે એપિસોડમાં દર્શકને તેમાં ગૂંથાવવા માટે પરિશ્રમ કરવો પડે છે પણ એ ડિરેકટરની કાબેલિયત જ છે કે તેણે વાતને અત્યંત કૂનેહપૂર્વક પેશ કરી છે. રવિ અધિકારીનો પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે તેને સતીષ કૌશિક (ભીષમ રોય), પોલી ડેમ (ઈનણી રોય), ચંદન રોય સન્યાલ (આદેશ બાગચી), તારા આલિશા બેરી (ફિઝા અયુબી) અને આશુતોષ રાણા (ગુરૂ શાસ્ત્રી) જેવા તગડા કલાકારો મળ્યાં છે. આશુતોષ રાણાને વરસો પછી સ્ક્રીન પર ઓરિજિનલ ગેટઅપ (કલિન શેવડ) માં જોવાની મજા આવે છે તો રાજેશ ખટ્ટર (વર્ધાન રોય) એ વેબ સિરિઝના નેવું ટકા પાર્ટમાં પથારીમાં પડયાં રહેવાનો કરેલો સાહસિક અભિનય પણ નોંધનીય છે.
- Advertisement -
પાંચ કલાક (ત્રણસો એક મિનિટ) અને આઠ એપિસોડની કર્મયુધ્ધ અધિકારી બ્રધર્સનાં હેપી ડિજિટલ હાઉસ તરફથી ડિજિટલ ડેબ્યુ જેવી વેબ સિરિઝ છે પણ તેને મહાગાથાની જેમ પેશ કરવામાં આવી છે. કલકત્તાના લોંગ શોટ, હાવરા બ્રીજ પરની કાર ચેઈજ, રોય ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ હાઉસના પંદર ફૂટ ઊંચા કાચના દરવાજા, ભીષમ રોયનાં ટેબલ પર રહેતાં પિત્તળના ચિતા સહિતના મોન્ટાજ કર્મયુધ્ધ ને અવ્વલ દરજ્જો બક્ષ્ો છે તો ઉમદા કલાકારો પાસેથી ધાર્યું કામ લેવાની ડિરેકટરની સૂઝબૂઝ અને રાઈટરે આપેલા ટર્ન એન્ડ ટવીસ્ટ કર્મયુધ્ધ ને એકદમ રોમાંચક બનાવે છે અને છેલ્લે, શાહનામા તમને ફરી યાદ કરાવવા માંગે છે કે મોટાભાગની વેબ સિરિઝની જેમ કર્મયુધ્ધ ની મહિલા પોલીસ ઓફિસર અહીં પણ સમલિંગી જ દેખાડવામાં આવી છે.
પ3મું પાનું
યોગાનુયોગ ગણો કે કશુંક વેગળું સર્જવાની ડિરેકટરની મથામણ ગણો, શાહનામા કોલમમાં એક જ ગુજરાતી ફિલ્મના ડિરેકટરની બીજી ફિલ્મનો ઉલ્લેખ થઈ રહ્યો છે… ધુમ્મસ ફિલ્મ બનાવનારા ડિરેકટર ર્ક્તવ્ય શાહે બનાવેલી ફિલ્મ પ3 મું પાનું ફિલ્મ (શેમારૂ મી પર ઉપલબ્ધ છે) પણ સરેરાશ ગુજરાતી ફિલ્મો કરતાં જુદો મિજાજ ધરાવે છે. એ પ્રેમકથા નથી (હાશ) પણ મેડિકલ થ્રિલર છે. તેના ભેદભરમ કોર્ટ રૂમ ડ્રામામાં ખૂલતાં જાય છે. શહેરના ખ્યાતનામ ડોકટર, વકીલ અને પત્રકાર તેમજ પિડિત લોકોના પાયા પર રચાયેલી પ3 મું પાનું ફિલ્મનો ઉઘાડ તો એક ગામના ઝેરીલાં પાણીથી લોકોના બગડતાં સ્વાસ્થ્ય સામેના આંદોલનથી થાય છે પરંતુ સચ્ચાઈ જુદી છે. તેના પડળ એક પછી એક ખૂલતાં જાય છે અને તેમાં પત્રકાર બનેલી હિરોઈન (કિંજલ રાજપ્રિયા) નો પણ ભોગ લેવાઈ જાય છે.
હિરોઈન મૃત્યુ પામે એ પછી પણ ફિલ્મ ચાલતી રહી એવી કદાચ પ્રથમ ગુજરાતી ફિલ્મ પ3 મું પાનું છે.
ફિલ્મનો મોટો અને મહત્વનો હિસ્સો કોર્ટ રૂમની દલીલો છે અને તેમાં રાઈટર (એકટર) ચેતન દૈયા સફળ થયા છે. બેશક, લેખન જેવો જ પ્રભાવ ચેતન દૈયા વકીલ અભય મજુમદાર તરીકે ઉભો કરે છે તો પ્રતિપક્ષ્ાના વકીલ તરીકે આર્જવ ત્રિવેદી પણ મક્કમ ટક્કર આપે છે. ડોકટર તરીકે મેહુલ બુચ પરફેકટ છે… પ3 મું પાનું ફિલ્મનો વિષય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો છે અને વિષય અપનેઆપમાં વજનદાર છે પરંતુ ગુજરાતી ફિલ્મોની પરંપરાગત મર્યાદા ધ્યાનમાં રાખીએ તો પ3 મું પાનું ફિલ્મમાં થયેલું કામ નોંધનીય છે.
ધુમ્મસ પછી પ3 મું પાનું બનાવીને ર્ક્તવ્ય શાહ અને ચેતન દૈયાએ એવી અપેક્ષ્ાા વધારી દીધી છે કે, તેઓ આ જ રીતે અલગ મૂડમિજાજ અને વિષય ધરાવતી ફિલ્મો બનાવીને વધુને વધુ નક્કર કામ કરશે અને ગુજરાતી ફિલ્મોને કમ સે કમ, વધુ પ્રેક્ષ્ાણીય બનાવશે.