કંગના રનૈતે એક વખત ફરી પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. તમામ પાવરફૂલ રોલ્સ કર્યા બાદ હવે કંગના મોટા પડદા પર ઈંદિરા ગાંધીની ભુમિકા નિભાવશે. ફિલ્મનું નામ છે ઈમરજન્સી. જેની શૂટિંગ કંગનાએ શરૂ કરી દીધી છે.
ધાકડના સુપર ફ્લોપ બિઝનેસ બાદ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. પડદા પર રાની ઝાંસી, થલાઈવી જયલલિતાના દમદામ પાત્રો નિભાવ્યા બાદ કંગના રનૌતે ફરીથી સરપ્રાઈઝ કરી દીધા છે. કંગના રનૌત હવે દેસની સૌથી તાકાતવર મહિલા રહી ચુકેલી પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીનો રોલ પ્લે કરવા જઈ રહી છે.
- Advertisement -
Written-directed by #KanganaRanaut, #Emergency is produced by #RenuPitti and #KanganaRanaut… Screenplay and dialogues are by #RiteshShah… Filming has commenced. pic.twitter.com/j7pbTjHVi1
— taran adarsh (@taran_adarsh) July 14, 2022
- Advertisement -
ઈમરજન્સીમાં કંગનાનો લુકે ચોંકાવ્યા
ફિલ્મનું નામ છે ઈમરજન્સી. જેની શૂટિંગ કંગના રનૌતે શરૂ કરી દીધી છે. તેની સાથે જ કંગનાએ ફેન્સને ટ્રીટ આપતા ફિલ્મનો પોતાનો પહેલો લુક રિવીલ કર્યો છે. ઈંદિરા ગાંધી બનેલી કંગના રનૌતે ફર્સ્ટ લુકની સાથે મૂવીનો એક ટીઝર વીડિયો પણ શેર કર્યો છે.
ટીઝરમાં ઈંદિરા ગાંધી બનેલી કંગના રનૌત અમેરિકાના રાષ્ટ્રપતિને મેસેજ આપવાનું કહે છે કે તેમના ઓફિસમાં તેમને મેડમ નહીં, ‘સર’ કહેવામાં આવે છે. કંગનાનો લુક, એક્સપ્રેશનથી લઈને તેમના અવાજને ઈંદિરા ગાંધી સાથે મેચ કરવાનો ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
KANGANA TO PORTRAY INDIRA GANDHI IN 'EMERGENCY': KANGANA TO DIRECT THE FILM… #KanganaRanaut to portray late #IndiraGandhi in her new film #Emergency… #Kangana is also producing and directing the film… #Emergency will be her second directorial venture after #Manikarnika. pic.twitter.com/WwDed8kYDm
— taran adarsh (@taran_adarsh) July 14, 2022
લુક પર ખૂબ જ મહેનત
ઈંદિરા ગાંધીના રોલને કંગના રનૌતે પરફેક્શનની સાથે પકડ્યો છે. તેનો પ્રોસ્થેટિક મેકઅપ જેણે પણ કર્યો છે તેણે કંગનાને ઈંદિરા ગાંધી જેવા દેખાવવામાં ખૂબ જ મહેનત કરી છે. અને પરિણામ બધાની સામે છે. કંગના તદ્દન ઈંદિરા ગાંધી જેવી દેખાઈ રહી છે.