ગોંડલના દેવચડીના કલ્યાણધામ ખાતે ધાર્મિકોત્સવનું આયોજન
1 અને 2 ઑક્ટોબરે મહોત્સવમાં ભક્તિ-ભાવનાનો અનોખો મહિમા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના દેવચડી ખાતે કલ્યાણધામ (દેવચડી)ના આંગણે પ. પૂ. કલ્યાણબાપાની તિથી મહોત્સવ નિમિતે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 1-10-2025ને બુધવારના રોજ સાંજે ભોજન સમારંભ બાદ રાત્રે 8 કલાકે સત્કાર સમારોહ તથા રાત્રે 10 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. તા. 2-10-2025 ગુરૂવારે સવારે 9.30 કલાકે નવચંડી યજ્ઞ, સવારે 10.30 કલાકે ધ્વજા રોહણ તથા બપોરે 11.30 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. લોકડાયરા મહોત્સવમાં જાણીતા લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા તથા લોકગાયક ધવલભાઈ ઝાલા પોતાની લોકસાહિત્ય કલા તેમજ સૂરના સથવારે ભજન પ્રસ્તુત કરશે. સાથે જ ગીર ધ્વનિ સાઉન્ડ (સાગરભાઈ પરમાર)ના સથવારે લોકડાયરાની રંગત જામશે તેમજ સમગ્ર કાર્યક્રમનું લાઈવ આર્યન ક્રિએશન (સુધીરભાઈ ગોહિલ) દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવ કલ્યાણધામ યુવક મંડળ, દેવચડી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમ સંચાલક તરીકે નિલેશભાઈ રાવરાણી (ધોરાજી) સેવા આપી રહ્યા છે તથા શાસ્ત્રી ભાવેશઅદા જોષી (સુલતાનપુર) વેદમંત્રો તેમજ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા પૂજન વિધિ કરાવશે. હવનના મુખ્ય યજમાન તરીકે કમલેશભાઈ સી. રાવરાણી, હિતેષભાઈ આર.રાવરાણી તેમજ રાજુભાઈ વી. ચાવડા બિરાજમાન થશે. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તજનો, ભાવિકો અને ગ્રામજનો સહિતનાને આયોજક મંડળ દ્વારા સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. આ ભવ્ય કાર્યક્રમમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ) – ગોંડલ, જગદિશભાઈ પાડલીયા – ભુવા, ડેડરવા તથા વિપુલભાઈ જોટંગીયા – ભુવા, આણંદબાપાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.