સર્વે સર્વા કુંડારીયાના પ્રયત્નો નિષ્ફળ: અમૃતિયા, સોમાણી ફરી મેદાને
ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજી દેથરિયાની પ્રતિષ્ઠા દાવ પર
- Advertisement -
પાટલી બદલુ નેતા બ્રિજેશ મેરજાનું પત્તું કપાયું !
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવારોનાં નામ જાહેર કરાયા છે ત્યારે મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર સૌ કોઈની નજર હતી કારણ કે અહીંયા મોરબી માળીયા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જેની સામે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ ટીકીટની માંગણી કરી હતી તે ઉપરાંત અન્ય બીજા 13 આગેવાનોએ પણ ટિકિટની માંગણી કરી હતી જેથી કરીને પસંદગીનો કળશ કોના ઉપર ઢોળાશે તેને લઈને ઘણી અટકળો અને ચર્ચાઓ થઈ રહી હતી જોકે બ્રિજેશ મેરજાએ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યા બાદ ભાજપમાં પ્રવેશ કર્યો ત્યારથી મોરબી જીલ્લામાં સર્વેસર્વા મોહનભાઈ કુંડારીયા હોય તે પ્રકારનો ધાટ જોવા મળતો હતો અને આ બેઠક ઉપર મોહનભાઈ કુંડારીયા દ્વારા બ્રિજેશભાઈ મેરજાને પુન: ભાજપમાંથી ટીકીટ મળે તેના માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા જોકે પ્રદેશ ભાજપમાંથી કાંતિભાઈ અમૃતિયાને આ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની સૂચના મળી ગઈ છે એટલે કે સત્તાવાર રીતે કાંતિભાઈ અમૃતિયા આ બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે ત્યારે ક્યાંકને ક્યાંક મોહનભાઈ કુંડારીયાના બ્રિજેશ મેરજાને ટીકીટ અપાવવાના પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આ ઉપરાંત વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો વાંકાનેર બેઠક ઉપર પણ મોહન કુંડારીયા અને જીતુ સોમાણી વચ્ચેનો ગજગ્રાહ જગ જાહેર હતો જેથી કરીને જીતુભાઈને ભાજપ પક્ષમાંથી ટીકીટ ન મળે તેના માટેના બનતા તમામ પ્રયત્નો જે તે સમયે કરવામાં આવ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ પ્રદેશ ભાજપ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા હાલમાં જે સત્તાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે વધુ એક વખત જીતુભાઈ સોમાણીને ટિકિટ આપવામાં આવી છે જેથી કરીને ત્યાં પણ મોહનભાઈ કુંડારીયા અને જીતુભાઈ સોમાણી વચ્ચેનો ગજગ્રાહ હતો તેને અવગણીને ભાજપે જીતુ સોમાણીને ફરી પાછા વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારતા ત્યાં પણ મોહનભાઈના જીતુ સોમાણીને ટીકીટ નહીં અપાવવાના પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે.
- Advertisement -
આ ઉપરાંત મોરબી જીલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને ટંકારા પડધરી બેઠકના સત્તાવાર ઉમેદવાર ભાજપ પક્ષમાંથી જાહેર કરવામાં આવ્યા છે અને હવે તેઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે તેઓએ અગાઉ લોકસભાની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકના જે વિસ્તારમાંથી લોકસભાના ઉમેદવાર મોહનભાઇ કુંડારિયાને જે પ્રકારની લીડ મળી હતી તેવી જ જંગી લીડ સાથે તેઓ પણ વિજેતા બનશે તેવી લાગણી વ્યક્ત કરી છે જોકે આગામી સમયમાં આ બેઠકનું પરિણામ જાહેર થશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, હાલમાં જેના ભાજપના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવેલ છે તેને લઈને કેટલાકના રાજકારણ અપારથી જ પૂરા થઈ ગયા છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી.