મત આપો મત આપો જીતશું તો કામ પતી જશે: ઉમેદવારો
પ્રચાર ચરમસીમાએ, ભાજપ – કોંગ્રેસની જાહેર સભાઓ
અપક્ષ ઉમેદવારોનો અનોખો પ્રચાર કરી મેદાનમાં ઉતર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ થવાને બે દિવસ બાકી છે. ત્યારે શેરીઓ અને ગલિયોમાં મત આપો મત આપો જીતી ગયા બાદ તમારું કામ પતિ જશે તેવા વચનો સાથે ઉમેદવારો શેરીઓ ખૂંદી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભૂંગળા સાથે ગાડીઓ ફરી રહી છે.એવા સમયે મતદારો પૂછી રહ્યા છે કે, જે રીતે અત્યારે મત લેવા ભૂંગળા વગાડી રહ્યા છો ત્યારે જીત્યા પછી કામગરી બાબતે ભૂંગળા વગાડી લોકોની સાથે રેહજો તેવા પ્રજાજનોના સુર જોવા મળી રહ્યા છે.જયારે હવે મતદાનને ચાર દિવસ બાકી છે.એવા સમયે પ્રચાર અંતિમ ચરણોમાં ચરમસીમાએ પોહ્ચ્યો છે.અને ભાજપ – કોંગ્રેસ દ્વારા હવે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.અને અપક્ષ ઉમેદવારો પણ અનોખા પ્રચાર સાથે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. પ્રચાર પ્રસાર અંતિમ દિવસો બાકી છે ત્યારે ભાજપ – કોંગ્રેસ એડી ચોંટીનું જોર લગાવ્યું છે.અને આખરી સમયમાં કોઈ કસર છોડવા નથી માંગતા ત્યારે જયારે આજે ભાજપ દ્વારા પણ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ અંતર્ગત હવે રાજકીય પક્ષો પોતાના પક્ષના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યા છે.
કોંગ્રેસે મંગળવારે ચૂંટણી પ્રચારની કમાન વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સોંપી હતી. તેમણે બાઇક રેલી બાદ જાહેર સભાને સંબોધી હતી. ત્યાર બાદ હવે કોંગ્રેસ તેમના વધુ એક સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતારશે. બુધવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જૂનાગઢમાં આવશે. તેઓ સાંજના 5:30 વાગ્યે કાળવા ચોકમાં જાહેર સભા કરીને કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટી કાઢવા જનતાને અપીલ કરશે. આમ, કોંગ્રેસ પોતાની જીત મજબૂત બનાવવા પક્ષના સ્ટાર પ્રચારકોનો સહારો લઇ રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે જિલ્લાની છ નગરપાલિકાઓની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ક્રોસ વોટીંગ થાય તેવી ઉમેદવારોને ભીતિ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણા લકો પક્ષને બદલે વ્યક્તિ જોઇ મત આપે છે. પેનલ ટુ પેનલ મત માંગતા ઘણા ઉમેદવારો પાછલા બારણેથી એક મત પણ માંગી રહ્યા છે. જૂનાગઢ મનપામાં પણ આ વખતે અનેક વોર્ડમાં પેનલ તુટે તેવી શકયતાઓ અત્યારથી જ જોવા મળી રહી છે. ત્યારે પેનલ ટુ પેનલના બદલે અનેક ઉમેદવારો એક મત માંગતા થઇ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે અનેક વોર્ડમાં પેનલ તૂટવાની સંભાવના સેવાઇ રહી છે. જયારે આ ચૂંટણીના મહાજંગમાં ખરેખર ભાજપ કોંગ્રેસ અને આપ સાથે અપક્ષો પણ જોર કરીને મતદારોને રીજવવા પ્રયાસ કરી રહયા છે. ત્યારે આગામી પરિણામ જ બતાવશે કે, મતદારો કોના તરફે રહ્યા હાલ તો ચૂંટણી પ્રચાર ચરમસીમાંએ પહોંચ્યો છે. ત્યારે કોને તારશે અને કોને ડુબાડશે તે જોવાનું રહ્યું.
ભજીયા, ગાંઠિયા, ચા-પાણી અને મદિરા નહીં એવા નિયમો સાથે અપક્ષ ઉમેદવાર મેદાનમાં
જૂનાગઢમાં વોર્ડ – 10ના પૂર્વ ભાજપ કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ત્યારે તેને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ પક્ષે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હિતેન્દ્ર ઉદાણીએ નક્કી કર્યું છે કે, તેઓ અપક્ષ તરીકે અનોખો પ્રચાર કરી રહ્યા છે.જેમાં તેને કોઈપણ બેનર કે પેમ્પલેટ છપાવ્યા નથી તેમજ ભજીયા કે ગાઠીયા પાર્ટી સાથે ચા, પાણીનું પણ આયોજન કર્યું નથી તેની મદિરા પણ નહિ એવા નિયમો સાથે ચૂંટણી પ્રચાર કરીને ચૂંટણી જંગ લડી રહ્યા છે.બીજી તરફ અન્ય પક્ષો દ્વારા રોજ અલગ અલગ વોર્ડમાં ભજીયા પાર્ટીઓ યોજાય છે.પણ મતદારો ભજીયા ખાવા નથી આવતા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ઉદાણી એકલા હાથે કોઈપણ ખોટા ખર્ચ કર્યા વગર ડોર ટુ ડોર મતદારોની રૂબરૂ મુલાકત કરી પ્રચાર અભિયાન શરુ કર્યું છે .