-ખુદ ટ્રમ્પે જાહેર કર્યુ કે, હું જીવતો છું
અમેરિકાના પુર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનીયર ટ્રમ્પનું ‘એકસ’ એકાઉન્ટ હેક કરી તેના પર પુર્વ પ્રમુખ ટ્રમ્પના નિધનની પોસ્ટ મુકાતા જ અમેરિકામાં હડકંપ મચી ગયો હતો.
- Advertisement -
જુનીયર ટ્રમ્પના એકાઉન્ટમાં લખાયું કે, મને જણાવતા ખૂબજ દુ:ખ થાય છે કે મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પનું નિધન થયું છે અને આ પોસ્ટમાં અહી જ પુરી થઈ નથી તેમાં આગળ એમ લખાયું કે, હવે 2024ની રાસ્ટ્રપતિની યોજાનારી ચુંટણી લડવા હું દાવો કરીશ.
આ પોસ્ટ વાયરલ થઈને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પહોંચી ગઈ અને ટ્રમ્પે તુર્તજ પોતાના એકસ એકાઉન્ટ પર પોસ્ટ કરી તેઓ જીવતા જ હોવાનું જણાવ્યું હતું. બાદમાં જાહેર થયુ કે જુનીયર ટ્રમ્પનું એકસ એકાઉન્ટ હેક થયું હતું અને તેમાં તેના પિતાના મૃત્યુની પોસ્ટ મુકાઈ હતી.
જુનીયર ટ્રમ્પનું એકાઉન્ટ અગાઉ પણ ‘હેક’ થયું જેમાં વર્તમાન પ્રમુખ જો બાઈડન અંગે અપશબ્દો લખાયા હતા અને અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્ક અંગે પણ અનિચ્છનીય લખાણ હતું. જો કે બાદમાં તેનું એ એકાઉન્ટ રીકવર કરી લેવાયું હતું.
- Advertisement -