જૂનાગઢમાં નવી કલેકટર કચેરી સામે ગીતાનગર ત્રિવેણી એપાર્ટમેન્ટ શ્રીધરનગર અમૃતનગર ભાગ્યલક્ષ્મી સોસાયટી આશીર્વાદ સોસાયટી આયોજન પાર્ક સહિતની સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં છેલ્લા સાત વર્ષમાં નવા રોડ તો ઠીક પરંતુ થીગડા મારવાની પણ તસ્દી લેવામાં આવી નથી.
કલેકટર કચેરીવાળા મેઇન રોડ પરથી રોજ કલેકટર, જ.ઙ., ડીડીઓ સહિતના અધિકારીઓ દિવસમાં બે ત્રણ વાર પસાર થાય છે તેમ છતાં મનપા દ્વારા પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ પણ પેચવર્ક કરવામાં આવ્યુ નથી. સાતેય સોસાયટીમાં મેઇન રોડનો ત્રણ માસ પહેલા સર્વે પણ થઇ ગયો છે. સોસાયટીના રહીશોએ જણાવ્યુ કે મનપા દ્વારા તાકીદે આ સોસાયટીમાં રસ્તાનુ કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.