ઉપરકોટમાં 25 વર્ષથી ફરજ બજાવતા 9 કર્મચારીઓને છૂટા કરી દેવાયા
ઉપરકોટ સમિતિનું અસ્તિત્વ ન રહેતા સરકારે કોઇ પણ નોટીસ વિના છુટા કરી દીધા
કર્મચારીઓની વેદના : તહેવાર કેમ ઉજવવા ?, મોટી ઉંમરે કોઇ નોકરીએ પણ નથી રાખતું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઐતિહાસીક ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ઉપરકોટનો વહિવટ કલેકટર કચેરી હસ્તક ઉપરકોટ વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2020માં ઉપરકોટનાં કિલ્લાને પુરાત્વ વિભાગ હસ્તક લઇ લેવામાં આવ્યો અને ઉપરકોટનાં કિલ્લાને રક્ષિત માસ્કરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારે નોટીફીકેશન પણ બહાર પાડી દીધું છે.
- Advertisement -
હવે ઉપરકોટનાં કિલ્લાનો વહીવટ પુરાત્વ વિભાગ દ્વારા થઇ રહ્યો છે. પરિણામે અહીં રોજમદાર તરીકે ફરજ બજાવતા 9 કર્મચારીઓનો કોઇ હાથ પકડવા તૈયાર થયું નહી. ઉપરકોટ વિકાસ સમિતિ દ્વારા આ નવ કર્મચારીઓને પગાર આપવામાં આવતો હતો. તેમજ સરકારીનાં આદેશ મુજબ કામ થતું હતું. ઉપરકોટ પુરાત્વ હસ્તક આવતા ઉપરકોટ વિકાસ સમિતિનું કોઇ અસ્તિત્વ રહ્યું નહી. આ નવ કર્મચારીઓને પુરાત્વ વિભાગમાં સમાવી લેવા રજુઆત કરાઇ હતી. પુરાત્વ વિભાગ,રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ,કલેકટર કચેરી સહિતનાં સંબંધીત વિભાગોએ હકારાત્મક જવાબ આપ્યો હતો અને નવ કર્મચારીઓને સમાવેશ કરવા કહ્યું હતું. પરંતુ સરકારનાં નાણા વિભાગે નકારાત્મક અભિપ્રયા આપ્યો છે.
નાણા વિભાગની દલીલ છે કે,તેમની પાસે કોઇ ઓર્ડર ન હોવાનાં કારણે તેને સમાવી શકાય નહી.જોકે નવ કર્મચારીઓની નિયમીત હાજરી પુરવામાં આવતી હતો. તેનો પગાર બેંકમાં સીધો જ જમા થતો હતો. જુદાજુદા કામનો કલેકટર કચેરી દ્વારા લેખીતમાં આદેશ કરવામાં આવતો હતો. તમામ પ્રકારની પ્રક્રિયા સરકારનાં ધારાધોરણ મુજબ થતી હતી.
પરંતુ નાણા વિભાગનાં નકારાત્મ અભિપ્રાયના પગલે નવ કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યાં છે. કર્મચારીઓને છુટા કરી દેતા હવે ઉપરકોટમાં કોઇ કર્મચારી રહ્યાં નથી. હાલ રીનોવેશનનું કામ ચાલતું હોય તેના લોકો જોવા મળે છે.
ઉપરકોટમાં ચોકીદાર હતા તે પણ નિવૃત થઇ ગયા છે. જૂનાગઢનો ઐતિહાસીક ઉપરકોટનો કિલ્લો ધણીધોરી વિનાનો બની ગયો છે.
- Advertisement -
25 વર્ષ કરતા પણ વધુ સમયથી નોકરી કરતા હતાં. હાલ રોજગારી પણ કર્મચારીઓ પાસે નથી. તેમજ સામાન્ય પગારમાં નોકરી કરી હોય મુળી ન હોવાનાં કારણે અન્ય વ્યવસાય પણ કરી શકે તેમ નથી. આ ઉપરાંત ઉંમર મોટી હોવાનાં કારણે કોઇ તાત્કાલીક નોકરીએ રાખવા પણ તૈયાર થતું નથી. બીજી તરફ તહેવારો આવી રહ્યાં છે.તહેવારોની ઉજવણી કેમ કરવી?તેવા સવાલ મુંજવી રહ્યાં છે. સ્થાનીક તંત્રનો હકારાત્મક અભિપ્રયા હોવા છતા નાણા વિભાગ દ્વારા મનાઇ કરી દેવામાં આવી છે.જેના કારણે કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે.
છુટા કર્યા તે મહિનાનો પણ પગાર આપ્યો નથી
કર્મચાીરઓને જણાવ્યું હતું કે, કોઇ પણ નોટીસ વિના છુટા કરી દેવામાં આવ્યાં છે. તેમજ જે મહિને છુટા કરવામાં આવ્યા તે મહિનાનો પગાર પણ આપવામાં આવ્યો નથી. સામાન્ય રીતે નિયમ મુજબ છુટા કરતા પહેલા નોટીસ આપવી જોઇએ અને 3 મહિનાનો પગાર પણ આપવો જોઇએ.
21 દિવસનો મહિનો ગણી પગાર આપવામાં આવતો
ઉપરકોટનાં કર્મચારીઓને 21 દિવસનો મહિનો ગણી પગાર આપવામાં આવતો હતો. એક દિવસનાં 330 રૂપિયાની આસપાસ પગાર આપવામાં આવતો હતો. સામાન્ય પગારમાં નોકરી કરતા હતાં. કર્મચારીઓને છુટા કરી દેતા તેના ઉપર આભ તુટી પડ્યું છે. કર્મચારીઓને અન્ય વિભાગ કે પુરાત્વ વિભાગમાં જ સમાવી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.