ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વસુંધરા નેચર કલબ દ્વારા ‘ફ્રી ધ ટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ડ્રાઈવ ચલાવી વૃક્ષોને લોખંડ મુક્ત કર્યા હતાં. જૂનાગઢ શહેરમાં માર્ગો પર ઉભેલા વૃક્ષોમાં ખીલા મારી સંસ્થાઓ બેનર લગાડી રહ્યાં છે ત્યારે જૂનાગઢ વસુંધરા નેચર કલબ દ્વારા ફ્રી ધ ટ્રી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંગે વસુંધરા નેચર કલબના પ્રણવભાઈ વઘાસીયાએ કહ્યું હતું કે શહેરમાં ફ્રી ધ ટ્રી અભિયાન અંતર્ગત બીજી ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, જેમાં વૃક્ષો ઉપર મારેલા ખીલા, બોલ્ટ અને વાયર દૂર કરવામાં આવ્યા હતા તેમજ મોટા થયેલા વૃક્ષોની બાજુમાં રહેલા ટ્રી ગાર્ડ કે જે વૃક્ષોને ચોંટી ગયા હતા તે પણ દૂર કરવામાં આવ્યા હતા.


