પડતર પ્રશ્ર્નો હલ ન થતા રોષ સાથે ધરણા કર્યા
ખાસ ખબર સંવાદદાતા
ઇપીએફ- 95 આભારિત નિવૃત કર્મચારીઓને મામુલી રકમનું પેન્શન મળે છે. આ માટે અનેક આંદોલન અને રજૂઆત કરવામાં આવી હતી પણ હજુ કોઇ નિરાકરણ આવ્યું નથી. વડાપ્રધાનુ ગૃહમંત્રીએ પણ પૂરતું પેન્શન મળે તે માટે હિમાયત કરી હતી તેમ છતાં ઇપીએફ અધિકારી બાબુઓનાં મનસ્વી વર્તનના કારણે પૂરતું પેન્શન મળતું નથી. આજે કચ્છ કાઠિયાવાડ નિવૃત કર્મચારી મંડળે જૂનાગઢ ઇપીએફ કચેરીના કમિશનરને અંતિમ આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે મંડળના પ્રમુખ સલીમભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે જો પેન્શન અંગેનો પ્રશ્ર્ન નહિ ઉકેલાય તો દેશભરના 65 લાખ નિવૃત કર્મચારી પરિવારો આગામી ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. આ મામલે અગાઉ અનેક વાર રજુઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.