બે ટર્મ મહેન્દ્રભાઈ મશરૂ આપ બળે જીત્યા
જૂનાગઢ બેઠક બિન પટેલ ગણાતી સીટ કોના ફાળે ?
- Advertisement -
મેંદરડા બીન બ્રાહ્મણની સીટ પર ભીખાભાઇ જીત્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ 86 વિધાનસભા સીટનું ગણીત કંઈક જુદુ છે જૂનાગઢ બેઠક ઉમેદવાર આધારિત હોઈ તેવું ગણિત અત્યાર સુધી જોવા મળ્યું છે. પક્ષ આધારિત સીટ હોઈ તો એક પક્ષ નો દબદબો જળવાઈ રહે છેલ્લા 30 વર્ષથી વધુનો ઇતિહાસ જોઈએ તો પેહલા મહેન્દ્રભાઈ મશરૂ 1190 અને 1995 બે ટર્મ અપક્ષ જીત્યા હતા અને કોંગ્રેસ ભાજપને હરાવીને એકલા હાથે જીત્યા હતા અને 1998માં મહેન્દ્રભાઈ ભાજપમાં જોડાયા હતા અને ત્રણ ટર્મ ભાજપમાં રહી જીત મેળવી હતી આમ મહેન્દ્રભાઈ મશરૂ પોતાની એક સ્વચ્છ પ્રતિભા અને પ્રામાણિકતા થકી આપ બળે 27 વર્ષ ધારાસભ્ય તરીકે પદ શોભાવ્યું હતું.
ભીખાભાઈ જોશીની વાત કરીયે તો મેંદરડા વિધાનસભા બેઠક બિન બ્રાહ્મણ હતી ત્યારે તે સીટ પરથી 1995 માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ત્યાર બાદ 2002 માં ફરી ધારાસભ્યની ચૂંટણી લાડીને જીત્યા અને 2017માં જૂનાગઢ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડીને ફરીથી ભીખાભાઇ જોશી જીત્યા હતા ભીખાભાઈ જોશી 1968માં પ્રથમ વખત મેંદરડા તાલુકાના અમરાપુર (કાઠી)ના સરપંચ તરીકે જીત્યા 55 વર્ષની સક્રીય રાજકારણ કરીને કોંગ્રેસ પાર્ટીએ 2022 વિધાનસભાની ચૂંટણીમાં ફરી ટિકિટ આપીને લાડવા માટે મેદાનમાં ઉતાર્યા જયારે જૂનાગઢ 86 વિધાનસભા સીટ પર ભાજપે સંજય કોરડીયાને પ્રથમ વખત ટિકિટ આપી અને મેદાનમાં ઉતાર્યા છે સંજય કોરડીયા કડવા પાટીદાર સમાજના યુવા નેતા છે. સંજય કોરડીયા પ્રથમ વખત માણાવદર વિધાનસભા બેઠક પરથી 2004માં કોંગ્રેસ માંથી ચૂંટણી લડી હતી અને હાર્યા હતા અને 2006-07માં નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાય હતા અને જૂનાગઢ મહાનગર ના પ્રમુખ બન્યા હતા અને ત્યાર બાદ મહાનગર પાલિકા સ્ટેન્ડિંગ ચેરમેન બન્યા મનપામાં કોર્પોરેટરની ભૂમિકા દરમિયાન શાશક પક્ષમાં હોવા છતાં અનેક વાર ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો કરી છે.
- Advertisement -
જેમાં ટાઉનહોલના રીનોવેશનમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે શહેર ભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને બે બાક બોલનાર સંજય કોરડીયાને ભાજપે ટિકિટ અપાઈ છે ત્યારે જોવાનું એ રહ્યું કે ભીખાભાઇ જોશીની પ્રામાણિકતા સામે સંજય કોરડીયાનું કમળ ખીલશે ? તેતો આગામી દિવસોમાં પ્રજાનો જનમત કોની સાથે રેહશે તે મત પેટી ખુલ્યા બાદ જોવા મળશે.
જૂનાગઢ બેઠક જ્ઞાતિનું સમીકરણ
ભાજપ હાય કમાન્ડે જૂનાગઢ બેઠક જ્ઞાતિ સમીકરણ મુજબ ટિકિટ ફાળવી હોઈ તેવું જોવા મળી રહયું છે તાજેતરમાં નવરાત્રીના દિવસોમાં કડવા પાટીદાર સમાજનું સંમેલન મળ્યું હતું જેમાં તમામ સમાજના આગેવાનોએ જૂનાગઢ અને ગીર સોમનાથની 9 બેઠક પર એક પણ કડવા પાટીદાર સમાજનો ધારાસભ્ય નથી તેવો હુંકાર કર્યો હતો અને આવાતને ભાજપ હાઇ કમાન્ડે સ્વીકારીને સંજય કોરડીયાને ટિકિટ આપી હોવાનું ચર્ચાય રહ્યું છે.
જૂનાગઢ ભાજપ પાંચ બેઠક કોણ
જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પર જ્ઞાતિના સમીકરણ મુજબ આપી જેમાં માંગરોળ માળીયા અને કેશોદ બેઠક કોળી સમાજ ને ફાળવી છે ત્યારે માણાવદર આહીર સમાજ ને ટિકિટ આપી અને વિસાવદર લેવા પાટીદાર સમાજ ને ટિકિટ ફાળવી અને જૂનાગઢ કડવા પાટીદાર સમાજ ને ફાળવી આમ લેવા અને કડવા પાટીદાર સમાજ અને બે કોળી અને
એક આહીર સમાજને ટિકિટ આપી
જૂનાગઢ માણાવદર બેઠક સમીકરણ
માણાવદર બેઠક પાટીદારોનો ગઢ માનવામાં આવી રહ્યો છે છતાં જવાહર ચાવડા આહીર સમાજમાંથી આવેછે અને માણાવદર બેઠક પર ચારવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા છે ત્યારે જવાહરભાઈનું માણાવદર બેઠક પર પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે આ બેઠક પર કડવા પાટીદાર સમાજને ટિકિટનું સમીકરણ જોતા માણાવદર બેઠકની જગ્યાએ જૂનાગઢ બેઠક પર કડવા પાટીદાર સમાજને ટિકિટ આપીને નવો દાવ ખેલ્યોછે.