ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એસઓજી પોલીસે વધુ એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી લેવામાં સફળતા મળીછે એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે શહેરના આલ્ફા સ્કૂલ નં.-1 જલારામ સોસાયટીના ગરબી ચોક પાસેથી મિત ધનસુખભાઇ મારડીયા જાતે કુંભારને તલાશી લેતા તેની પાસેથી ગે.કા. આધાર પરવાના વગર દેશી હાથ બનાવટની રીવોલ્વર-1 આરોપી નં.2ના પાસેથી મેળવી રેઇડ દરમ્યાન જાહેરમાંથી રીવોલ્વર-1 કિ.રૂ.5,000 સાથે આરોપી નં.1 મળી આવી જીલ્લા મેજી.જૂનાગઢના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા બાબત પોલીસ ફરિયાદ બી.ડિવિઝન મથક માં એસઓજી પોલીસે નોંધાવી હતી અને વધુ તપાસ હાથધરી અને દેશી હાથ બનાવટની રીવોલ્વર ક્યાંથી આવી અનેકોની પાસેથી ખરીદી કરી તે દિશામાં તપાસ શરુ કરી છે.
જૂનાગઢ S.O.G. પોલીસે વધુ એક રીવોલ્વર સાથે શખ્સની ધરપકડ કરી



