જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યો, ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ જૂનાગઢમાં એક દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જુનાગઢ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો હોઇ ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો સામે આવ્યો છે. આ તરફ ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ બની છે.
- Advertisement -
ઓઝત વિયર ડેમ ઓવરફ્લો
હવામાનની આગાહી મુજબ જુનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે. આ તરફ જુનાગઢનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો હોવાનું સામે આવ્યું છે. તો વંથલીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.જેને લઈ વંથલી, કણજા, આખા, ટીનમસ, ટીકરી, પાદરડી, માણાવદરના પીપલાના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
જુનાગઢ જિલ્લામાં વરસી રહ્યો છે સતત વરસાદ
જૂનાગઢમાં એક જ દિવસમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. ગિરનાર પર્વત ઝરણાંઓનું ગઢ બન્યું હોય તેવો નજારો જોવા મળ્યો છે. ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. આ તરફ ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઈ હવે યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે.