ઇતિહાસની વિધાશાખામાં “સાંસ્કૃતિક વારસો” શ્રેણી હેઠળ વર્ગીકૃત કરાય છે: કુલપતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારાસીએલ કોલેજ ખાતે જૂનાગઢના ઇતિહાસને લગત ચિત્રોનું પ્રદર્શન અને કાર્યશાળાનું આયોજન કરાયુ હતુ. જેમાં અખિલ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ યોજના નવી દિલ્હીથી રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો.બાલમુકુંદ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
કાર્યક્રમના અઘ્યક્ષ કુલપતિ ડો.ચેતન ત્રિવેદીએ જણાવ્યુહતુ કે, ઇતિહાસએ સંશોધનનુ ક્ષેત્ર છે જયા કર્ણોપકર્ણ કથાઓનું ક્ષેત્ર છે શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરિક્ષણ અને પૃથ્થકરણ કરાય છે જેમાં ચાણક્યનું કથન છે જે લોકો ભૂતકાળયાદ રાખતા નથી તે પોતાની અસ્મિતાને નકારે છે. વિશેષમાં જણાવ્યુ છે કે, આવનાર પ્રવાસન લગતા વિષયો પર ભાર આપી યુનિવર્સિટીમાં નવા અભ્યાસક્રમોની ભૂમિકા રજૂ કરી હતી. જૂનાગઢ ગિર-સોમનાથ અને પોરબંદર જિલ્લામાં આર્કીયોલોજીકલ અનેક સ્થાપત્યો ઇતિહાસની સાક્ષી પુરે છે ત્યારે જૂનાગઢ નગરી હેરીટેઝ નગર તરીકે ઓળખ પ્રસ્થાપિત કરે એ દિશામાં યુનિ. હમેશા સહયોગી બની રહેશે. ઉપરાંત દિલ્હીથી ઉપસ્થિત ડો.બાલમુકુંદ પાંડેએ જણાવ્યુ કે, ઇતિહાસને માનવજીવન સાથે ઘનિષ્ઠ સબંધ હોવાથી માનવજીવનના પરિવર્તનની સાથે ઇતિહાસનું સ્વરૂપપણ બદલાય છે. ઇતિહાસને સમજવો જરૂરી છે કારણ કે તે સ્થાનિકમાનવજીવન સાથે સંકળાયેલ છે. સ્થાનિય ઇતિહાસની તવારીખથી જ સંસ્કારીતા અને સંસ્કૃતિની ઓળખ બનતી જોવા મળે છે.