જૂનાગઢ મહાનગર પાલીકા ચૂંટણીની મુદત 30 જૂને પૂર્ણ; ગત વર્ષની જેમ આ વર્ષે જળ હોનારતની ભીતી સેવી ચૂંટણી પંચને પત્ર લખ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢના ધારાશાસ્ત્રી જે.બી.વાજાએ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને એક પત્ર લખીને એવી માંગણી કરવામાં આવી છે કે, જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીની મુદત આગામી તા.30 જૂન 2024ના પૂર્ણ થાય છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી ચોમાસામાં નહિ યોજવા રાજ્ય ચૂંટણી કમિશનરને લેખિતમાં પત્ર લખીને માંગ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત વર્ષે જૂનાગઢ શહેરમાં બે વાર જળ હોનારત થઇ હતી જયારે આ વર્ષે પણ જળ હોનારત થવાની ભીતિ સેવી છે ત્યારે ચોમાસા દરમિયાન જૂનાગઢ મનપાની ચૂંટણી ન યોજાય તેવી માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે.
જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રી જે.બી.વાજાએ રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખતા જણાવ્યુ હતુ કે, ગત ચોમાસામાં શહેરમાં બે વાર જળહોનારત જોવા મળી હતી. ત્યારે આ વર્ષે પણ જો વધારે વરસાદ પડે તો જળહોનારત થવાની ભિતી સેવી છે અને હજુ કાળવા નદી ઉપરના દબાણો દૂર થયા નથી અને કાળવાની પ્રોટેક્સન હોલની કામગીરી પણ હજુ બાકી છે ત્યારે ચોમાસા દરમિયાન જળ હોનારતની પુરી શકયતા છે. જો આવુ થાય તો ચૂંટણી સમયે રાહત અને બચાવની કામગીરી કરવાની જવાબદારી પણ ચૂંટણી ફરજ ઉપર મુકાયેલા કર્મચારીઓ પર આવશે. ત્યારે બંને કામ એક સાથે કરવુ શકય નથી જયારે ભૂતકાળમાં અન્ય ચૂંટણી વખતે રાજ્યમાં ઋતુ જન્ય રોગચાળો અને વરસાદને ઘ્યાનમાં લઇને પેટા ચૂંટણી પણ કરવામાં આવી નથી. આવા સંજોગોમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસા દરમિયાન ન યોજાઇ તે માટે ચૂંટણી કમિશનરને પત્ર લખીને ધારાશાસ્ત્રીએ માંગ કરી છે.
એક તરફ દેશમાં લોકસભાની મતગણતરી ચાર જૂનના રોજ થવાની છે બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની મુદત તા.30 જૂનના રોજ પૂર્ણ થવાની છે અને તા.1 ઓગસ્ટના રોજ નવી બોડીએ શાસન સંભાળી લેવુ જોઇએ તેવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થયા પછી એક અઠવાડીયામાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિઘ્ધ કરાવી દઇ વ્હેલી ચૂંટણી યોજવાનું આયોજન ચાલી રહ્યુ છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના વર્તમાન શાસકો લોકસભાની ચૂંટણીના પરિણામ પછી તત્કાલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણનું જાહેરનામુ બહાર પડે એવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને તેની તૈયારીઓ પણ થઇ રહી છે. ત્યારે ગત ચોમાસામાં છળ હોનારત સમયે સ્થાનિક શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેની સાથે આર્થિક નુકશાન પણ થયુ હતુ. ત્યારે આ વર્ષે પણ ચોમાસામાં ફરીથી આવુ થશે તો ? આવા પ્રશ્ર્ને શાસકો ડરી રહ્યા છે.