જૂનાગઢ મનપા અણઘડ વહીવટના પાપે યુવાનનો ભોગ લેવાયો
ઝાંઝરડા રોડના ગટર ઢાંકણા સાથે બાઈક અથડાતા યુવાનનો જીવનદીપ બુઝાયો: મનપા તંત્રની ઘોર બેદરકરી સામે ફિટકાર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ખાનગી કોલેજમાં મિકેનિકલ એન્જીનીયરમાં અભ્યાસ કરતો આશાસ્પદ યુવાન મોહિત દિપકભાઈ પૈડા ઉ.21 ગત શુક્રવારે રાત્રે પોતના સંબંધીને ત્યાં એક્ટિવ સ્કૂટર લઈને વાંચવા જતો હતો ત્યારે ઝાંઝરડા રોડ પર આવેલ સાઈબાબા મંદિર પાસે રોડ લેવલથી ઊંચા ગટરના ઢાંકણા સાથે બાઈક અથડાયું હતું.
જેમાં મોહિતને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તુરંત 108ની મદદથી ખાનગી હોસ્પિટમાં ખસેડવામાં આવેલ અને તેની બ્રેઈન સર્જરી પણ કરવામાં આવેલ અને આઇસીયુમાં ખસેડવામાં આવેલ છતાં યુવાન બચી શક્યો નહિ અંતે સારવાર દરમિયાન મોહિતનું મૃત્યુ થતા પરિવારના બે સંતાનોમાં એકના એક પુત્રનું અવસાન થતા પરિવારમાં ગમગીની છવાય હતી.
જૂનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટર અને રોડ બનાવની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે ત્યારે શહેરમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા અને રસ્તાનું લેવલીંગ નથી જેના કારણે અનેક વખત નાના મોટા અકસ્માતો જોવા મળ્યા છે ત્યારે ઝાંઝરડા રોડ પર રસ્તા કરતા ગટરના ઢાંકણાનું લેવલ ઊંચું હોવાના કારણે યુવાનનો અસ્કામત સર્જાતા ઈજનેરમાં અભ્યાસ કરતા મોહિત પૈડાનો જીવનદીપ બુજાયો હતો.આ અકસ્માતથી યુવાનનું મૃત્યુ નિપજતા તંત્ર સામે ચોમેરથી ફિટકાર વર્ષી રહી છે. જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તેનો અણઘડ વહીવટ સામે આવ્યો છે મનફાવે ત્યારે સારા રસ્તા ખોદી નાખે છે અને જે રોડ બન્યા છે તેમાં રોડ અને ગટરના ઢાંકણાનું લેવલ જોવા નથી મળતું જેના લીધે શહેરના અનેક રસ્તા પર વાહનો સ્લીપ થવા સાથે અકસ્માતો સર્જાય છે. ત્યારે મનપાના નીંભર તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી અનેક રજૂઆત કરે છે પણ કોઈ ધ્યાન ન આપવાથી આવા અકસ્માત સર્જાય છે અને કોઈના લાડકવાયા દીકરા મોતને ભેટે છે.
ગટરના ઢાંકણા મુદ્દે રસ્તો ચક્કાજામ કરવાની ચીમકી
જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ પર ગટરના ઢાંકણા સાથે બાઈક અથડાતા યુવાનના મૃત્યુ બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તુષાર સોજીત્રાએ ચીમકી ઊંચ્ચારી છે કે, જો સાંજ સુધીમાં ઝાંઝરડા રોડ પરના ગટરના ઢાંકણા મુદ્દે તંત્ર દ્વારા નક્કર કામગીરી નહિ કરવામાં આવેતો ઝાંઝરડા રોડ બંધ પાળીને ચક્કાજામ કરવામાં આવશે.