ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ મહાનગરપાલિકાના ભાડુઆતો દ્વારા નિયમાનુસારનું સમયસર ભાડુ ભરપાઈ ન કરતાં કમિશનર ડો.ઓમ પ્રકાશના આદેશ અન્વયે નાયબ કમિશનર એ.એસ.ઝાંપડાની સૂચનાથી આસી.કમિશનર(ટેક્સ) કલ્પેશ જી.ટોલીયાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ મનોજ રુપાપરાની ટીમ દ્વારા એક ભાડુઆતી મિલ્કત ગોવિંદ હરદાસભાઈ ગીડા જિમખાના સામે આવેલ દુકાનને સીલ કરવામાં આવેલ હતી જયારે અન્ય ભાડુઆતી આસામીઓ પાસેથી સ્થળ પરથી રૂ.5,02,323 ભાડું તથા વ્યાજ સાથેની રકમની વસુલાત કરવામાં આવેલ હતી ત્યારે મહાનગર પાલિકા દ્વારા વધુમાં જણવ્યું હતું કે, ભાડુઆતો દ્વારા બાકી ભાડુ સમયસર અને સત્વરે ભરપાઈ કરવા અસામીઓને અપીલ કરી હતી.
આ મિલકતોને સીલ મારી દેવાયું
(1) મોતીબાગના મિરેકલ કોમર્શિયલ સેન્ટરના ચોથા માળે માલિક હસ્તકનો 2,99,860નો વેરો બાકી હતો,(2)મધુરમ કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ એબીસી કોર્પોરેશન ભાગીદારો ઇકબાલ ઉસ્માન ગરનો 1,60,827નો વેરો બાકી હતો.(3)મધુરમ કોમ્પ્લેક્સના ચોથા માળના ખૂણાની ઓફિસના એબીસી કોર્પોરેશનના ભાગીદાર ઇકબાલ ઉસ્માન ગરના 1,07,126નો વેરો બાકી હતો.(4) તળાવ દરવાજાની સહયોગ ચેમ્બરના ચોથા માળની દુકાન નંબર 11ના મનસુખ પટોળીયાનો 1,15,375નો વેરો બાકી હતો. (5) જ્યારે સહયોગ ચેમ્બરમાં જ દુકાન નંબર 14ના રસિક રાજાનો 1,20,543નો વેરો બાકી હતો.(6)સહયોગ ચેમ્બરમાં દુકાન નંબર 17ના કિશોર રૂપાપરા મારૂતિ મેડીકલ સ્ટોરનો 1,07,729નો વેરો બાકી હતો.(7)સહયોગ ચેમ્બરમાં દુકાન નંબર 18 નો 2,48,676નો વેરો બાકી હતો.(8) જ્યારે સહયોગ ચેમ્બરમાં દુકાન નંબ 24ના રાજેશ ગઢીયાનો 1,11,328નો વેરો બાકી હતો. આ તમામ 8 દુકાનો- ઓફિસોને સીલ મારી દેવાયા છે.