ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ ડો. સુભાષ મહિલા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે એન.એસ.એસ. વિભાગ દ્વારા નારી સુરક્ષા વિશે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત સમયમાં અજુગતા કેટલાક બનાવો બનતા જાય છે તે ચિંતા સેવનારી બાબત છે. આપણી જાગૃતિ વિના સરકારના પ્રયત્નો પણ બિન અસરકારક બની જાય છે. ત્યારે વિદ્યાર્થીનીઓ જાગૃત બની રહે, નવી નવી સમસ્યા, નવા નવા પ્રશ્નોથી અવગત થાય અને તેના ઉકેલો હાથ વગો રાખે એ માટે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં એન.એસ.એસ.ઓફિસર ડો.બી.એમ.પટેલે એન.એસ.એસ. દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વાત કરી સ્વયંસેવકે કઈ કઈ જાગૃતિ રાખવી જોઈએ
તો પ્રશ્નો ઓછા ઊભા થાય.એ અંગે વાતો મૂકી હતી અને એના દ્વારા આપણું યુનિટ બળવતર અને સારી સુવિધાવાળું બને એમ જણાવ્યું હતું.કોલેજના વરિષ્ઠ પ્રા.કોકિલાબને પરમારના અધ્યક્ષ સ્થાને યોજેલા આ કાર્યક્રમમાં કોલેજના સાહિત્ય મર્મજ્ઞ આચાર્ય શ્રીબલરામ ચાવડાએ મનનીય પ્રવચન આપ્યું હતું આ જાતના અનેક વિચારો આચાર્યએ મૂકી વિદ્યાર્થીનીઓને સ્ત્રી સુરક્ષા માટે શું શું કરી શકાય એવા કેટલાક મુદ્દાઓ તારવી આપ્યા હતા કે એકલા હોઈએ ત્યારે કે પ્રવાસમાં શું ધ્યાન રાખવું,પરિધાનમાં શુંધ્યાન રાખવું ,મોબાઈલ લોકેશન સતત ચાલુ રાખવું જોઈએ.વગેરે બાબતો ઉદાહરણ સહ મૂકી આપી હતી.આ કાર્યક્રમનું સંચાલન ચેતનાબેન ચુડાસમાએ સુચારુ રીતે કર્યું હતું. આ પ્રકારના વિશિષ્ટ અને સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવા બદલ ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડાએ સૌને અભિનંદન આપ્યા હતા.કાર્યક્રમના અંતે સૌને સપથ લેવડાવ્યા હતા કે જેનાથી લોકશાહી રાજ્ય વધુ મજબૂત અને આગળ વધનાર બની રહે.