31 પંચાયતનાં ભવન,107 આંગણવાડીનાં ભવન બનશે
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
વંથલી તાલુકાનાં સેંદરડા ગામે પંચાયતી રાજ દિવસની ઊજવણી અંતર્ગત જૂનાગઢ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારો માટે રૂા. 13.15 કરોડનાં વિકાસકામોની ભેટ આપવામાં આવી છે.જે પૈકી રૂપિયા 11.50 કરોડના કામો મનરેગા યોજના અંતર્ગત નિર્માણ કરાશે.આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મુ કાશ્મીરના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ સૌ ઉપસ્થિતિઓ નીહાળ્યુ હતુ.ગ્રામવિકાસ અને પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા, પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમ, માણાવદર મત વિસ્તારનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ શાંતાબેન ખટારીયા,ઉપ પ્રમુખ વિપુલ કાવાણી, દિનેશભાઇ ખટારીયાની ઉપસ્થિતીમાં આ વિકાસ કામોનું ખાતમુહુર્ત લોકાર્પણ તથા વિવિધ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ગ્રામ વિસ્તારોની જરૂરીયાત મુજબ 31 પંચાયતો, 107 આંગણવાડી, 9 શાળામાં રમત ગમતનાં પટાંગણ, 17 ચેકડેમ, અને 204 કેટલશેડનું ખાતમુહુર્ત કરાયુ હતુ. ઊપરાંત જિલ્લાની 18 ગ્રામપંચાયતોને મોડલ ઈ-ગ્રામ સેન્ટર માટે કોમ્પ્યુટર સેટ,પ્રિન્ટર, સ્કેનર, ઝેરોક્સ મશીન થમ્બ રીડર, વેબ કેમેરા, સહિતનાં સાધનોનું મંત્રી અને મહાનુભાવોનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ. જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે આ અંગે જણાવ્યુ હતુ કે 15માં નાણાપંચ અંતર્ગત 30 મંદિરોનાં પટાંગણમાં રૂા. 90 લાખનાં ખર્ચે શૈાચાલય બનાવાશે. ઊપરાંત લોએજના સરપંચરવી નંદાણીયા અને નગીચાણાના સરપંચશ્રી મશરીભાઇ પીઠીયાને રૂા. 9 લાખનાં ખર્ચે મીની ટ્રેક્ટર સ્વચ્છતા મીશન અંતર્ગત આપવામાં આવ્યા હતા. ઊપરાંત લોકોને આરોગ્યની સુવીધા આપવા 15000 આયુષ્યમાન પી.વી.સી. કાર્ડ તૈયાર કરી વિતરણ કરવા સાથે 567 લાભાર્થિને 100 ચોરસવારના પ્લોટ પણ ફાળવવામાં આવ્યા છે.


