ખાસ-ખબર ન્યૂઝજૂનાગઢ, તા.10
જૂનાગઢ જિલ્લા 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓની સેવા માટે સદા તત્પર હોય ત્યારે વધુ એકવાર માતા અને બાળકને નવું જીવન મળ્યું વાત કરીયે તો ગત રોજ કેશોદ તાલુકાના રેવદ્રા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા બેનને ડિલિવરીનો દુ:ખવો થવાથી 108નો સંપર્ક કરવામાં આવેલ અને કેશોદ 108મા ફરજ બજાવતા ઇએમટી પૂનમ વાઘેલા અને પાયલોટ પ્રકાશ પરમાર તુરંત રેવદ્રા ગામમાં પહોંચી ગયા હતા અને બેનને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલ જવા નીકળ્યા હતા પરુંતું રસ્તામાં બેન ને ડિલિવરીનો અસહ્ય દુ:ખાવો થવાથી 108 એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાની ફરજ પડી હતી પરુંતું બાળકના ગળામાં નાળ વિટડાયેલ હતી. અને જન્મ બાદ બાળક રડતું ન હતું અને ઓક્સિજન ઓછું હતું. એવી પરિસ્થિતિમાં ઇએમટી પૂનમ વાઘેલા દ્વારા કુત્રિમ શ્વાસ અને જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં આપી હતી.
કેશોદ 108ના ઇએમટી અને પાયલોટની સેવાના લીધે માતા અને બાળકની તબીયત સારી છે. આમ 108 એમ્બ્યુલન્સની સેવાને લીધે બે અમૂલ્ય જીવનને નવું જીવન મળ્યું હતું આ સારી કામગીરી બદલ જુનાગઢ જિલ્લાના અઘિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ દ્વારા 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓની સરહારનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.