ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના રહેવાસી દ્વારા આરોપી રશ્મીબેન જોનીભાઈ જટાણીયા ઉપર રૂ.9,00,000 હાથ-ઉછીની રકમ આપ્યા અંગેની નેગો ઈન્ટુ. એકટ મુજબની ફરીયાદ કરવામાં આવેલ હતો.
ઉપરોકત કેસ નામદાર કોર્ટમાં ચાલી ગયેલ અને નામદાર કોર્ટ દ્વારા ફરીવાદી આરોપીને ડીમાન્ડ નોટીસ બજેલ નથી તથા હાથઉછીનો વ્યવહાર શંકાસ્પદ જણાય છે, તેમજ આરોપીને આપેલ રકમ ફરીયાદીએ તેમના મિત્ર વર્ગ કે સગા સંબધીઓ પાસેથી લીધેલાની શંકા ઉત્પન કરેલ છે, તેમજ ફરીયાદ પક્ષ દ્વારા ઉપરોકત તમામ ઠોસ પુરાવા રજુ કરેલ ન હોય, તેવી દલીલ આરોપીના એડવોકેટ યોગેન્દ્રસિંહ એમ. ઠાકોર દ્વારા કરવામાં આવી હતી,જે દલીલ અને પુરાવોને ધ્યાને લઈ આરોપી રશ્મીબેન જોનીભાઈ જટાણીયાને તા.22/04/25ના રોજ જૂનાગઢ વિશુ શક્તિદિપસિહ ઝાલા પાંચમાં યુડી.મેજી.ફસ્ટ કલાસ દ્વારા નેગો ઈન્દ્ર એકટ 1881ની કલમ મુજબના શિક્ષાને પાત્ર કૃત્યમાંથી નિદોષ ઠરાવી છોડી મુકેલ હતા.