જૂનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઊજવણી થઇ રહી છે ત્યારે લોકોમાં જાણે કે દિવાળીનો માહોલ હોય તેવી પ્રતિતી થઈ રહી છે. શહેરનાં મુખ્ય રાજમાર્ગો, સરકારી ઈમારતો અને બાગ બગીચાઓમાં સ્વચ્છતાની સાથો સાથ રોશની શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
જિલ્લા સેવા સદન, મહાનગર સેવા સદન, મજેવડી દરવાજો, સરદાર પટેલ ગેઈટ, બહુમાળી ભવન, બસ સ્ટેશન, મનોરંજન અતિથીગૃહ, ટાઉન હોલ, માહિતી ભવન, શહેરનાં વિવીધ સર્કલો, રાજમાર્ગ અને નગરનાં બગીચાઓ જાણે કે, રોશનીથી ઝળાહળા થઇ ઉઠ્યા છે. લોકોમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનેરો આનંદ છવાયો છે. લોકો નાના ભુલકા સાથે પરિવારજનોને લઇને નગરની ચર્યા કરી રોશની નિહાળવા રાજમાર્ગો પર રાત્રીનાં ફરતા જોવા મળી રહ્યા છે.