ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નારી શક્તિ વંદના અધિનિયમ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપતું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું તે અંતર્ગત જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિત શર્માનાં માર્ગદર્શન હેઠળ મહિલા મોરચા દ્વારા ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલા મોરચા અધ્યક્ષ જ્યોતિબેન વાડોલીયાના નેતૃત્વમાં મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ડે. મે.ગીરીશભાઈ કોટેચા દંડક અરવિંદભાઈ ભલાણી તેમજ મહિલા મોરચા દ્વારા કાળવા ચોક ખાતે ફટાકડા ફોડી, ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં ભરતભાઈ શીંગાળા,મનન અભાણી, યુવા મોરચાના મહાનગર પ્રભારી હાર્દિકસિંહ ડોડીયા મહિલા મોરચાના મહામંત્રી ભાવનાબેન વ્યાસ શીતલબેન તન્ના યુવા મોરચાના પ્રમુખ વિનસ હદવાણી મહામંત્રી અભય રીબડીયા પરાગ રાઠોડ, મહાનગર સંગઠન નાં હોદેદારો, મહિલા મોરચાના હોદેદારો યુવા મોરચાના હોદેદારો આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવ્યું હતું.
મહિલા આરક્ષણ બિલને જુનાગઢ ભાજપ મહિલા મોરચાએ ફટાકડા ફોડી નિર્ણયને વધાવ્યો
