ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં મોટરસાયકલ ચોરીના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડાની સુચનાથી બાઇક ચોરીના અનડિટેક ગુના શોધી કાઢવા સુચના આપતા બી ડીવીઝન પોલીસ અને નેત્રમ શાખા સીસીટીવી કેમેરાના આધારે બી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઉપેન્દ્વસિંહ ભુપેન્દ્વસિંહ રાઠોડને મજેવડી દરવાજા રોડ પર મોટર સાયકલ લઇને નિકળો હોવાની ચોકકસ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલ શખ્સને બાઇકના આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કર્યા હતા. ત્યારે પોલીસે તેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે