ગિરનાર પર્વત પરના દબાણો ક્યારે દુર કરશે ?
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ શિવરાત્રીના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં 50 જેટલા નાના-મોટા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત 84 જેટલા આસામીઓને દબાણો દૂર કરવા માટે નોટિસો આપી દેવામાં આવી છે પોલીસ રેવન્યુ વિભાગ મનપાયે સંયુક્ત રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે
હવે શિવરાત્રી નજીક આવતા વહીવટીતંત્ર એ ભવનાથ તળેટી થી ગિરનાર સીડી સુધી કેબીનો ઓટલાઓ દુકાનો ના છાપરા લારીઓ દૂર કર્યા છે જેમા જેસીબી ટ્રેક્ટર સહિતના સાધનો વડે 50 જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી
- Advertisement -
આ કામગીરીમાં પ્રાંત અધિકારી ભૂમીબેન કેશવાલા સિટી મામલતદાર મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનર પોલીસ સહિતના અધિકારીઓએ ખાસ ડ્રાઇવ હાથ ધરી હતી
જૂનાગઢ મનપા દ્વારા ભવનાથ તળેટી મા શિવરાત્રિ મેળા દરમિયાન દબાણ હટાવાની કામગીરી કરે છે ત્યારે શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ગીરનાર યાત્રા પણ કરે છે ત્યારે ગીરનાર સીડી પર દબાણો જોવા મળે છે ત્યારે વન તંત્ર ક્યારે ગીરનાર પર્વતના દબાણો દૂર કરશે તે જોવાનું રહ્યું.