અનેક રજૂઆત છતાં નિર્ણય નહિ આવતા વિરોધ પ્રદર્શન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
ગુજરાત સરકારના આદિજાતી વિકાસ મંત્રાલયે મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરવાના નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે(અઇટઙ) દ્વારા આંદોલન છેડ્યું છે. શૈક્ષણિક વર્ષ 2024-25માં એન્જીનિયરીંગ અને નર્સિંગના પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને અસર કરતાં આ નિર્ણય સામે રાજયભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.
- Advertisement -
એબીવીપીની બે મુખ્ય માંગણીઓમાં શિષ્યવૃતિ બંધ કરવાનો નિર્ણય 2024-25 ના વિદ્યાર્થીઓ માટે રદ કરવો અને વેકેન્ટ, સરકારી કવોટાની બેઠકોને મેનેજમેન્ટ ક્વોટામાં ફેરવવાનો નિર્ણય પાછો ખેચવો સામેલ છે. બીજો મહત્વનો મુદ્દો રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો છે, જેમની માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પ્રાઘ્યાપકોની ઘટને કારણે રદ કરી છે. વિદ્યાર્થીઓએ રાજયભરમાં શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રની હોળી કરી, રસ્તા લોકો આંદોલન કર્યું અને સદબુદ્ધિ હવન જેવા કાર્યક્રમો યોજ્યા છે. અગાઉ જિલ્લા કલેકટરને આવેદનપત્રો આપવા છતાંનનકોઈ નિરાકરણ નઆવતા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. તેમજ મોતીબાગ સર્કલ ખાતે એબીવીપીના કાર્યકરોએ રસ્તા રોક્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અનેકવાર રજૂઆત છતાં નિર્ણય ન આવતા વિરોધ કર્યો હતો તો પોલીસે એબીવીપીના કાર્યકરોને ડીટેઈન કર્યા હતા.