ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વૃદ્ધ માતાને તેમના દીકરા સાચવતાના હોય જેથી એકલા રહીને જ તેમનું ભરણ પોષણ કરતા હોય અને હવે તબિયત સારી રહેતીના હોય જેથી જાતે જમવાનું બનાવી શકતાના હોય અને દીકરાઓ બીજા શહેર માં રહેતા હોય જે ફોન પણ ઉઠાવતા ના હોય જેથી સંસ્થામાં આશ્રય લેવા માંગતા હોવાથી 181માં કોલ કરી મદદ કરવા જણાવેલ જેથી કોલ મળતા તુરંત 181 મહીલા હેલ્પ લાઇન ટીમના ફરજ પરના કાઉન્સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ અસ્મીતા બેન ગોંડલિયા સહિતની ટીમ સ્થળ પર પહોંચી વૃધાને મળેલ અને કાઉંસેલિંગ કરી મેન્ટલી સપોર્ટ આપેલ. અને જણાયેલ કે વૃદ્ધા ની ઉંમર 90 વર્ષ આસપાસ છે.
વૃદ્ધા ને વૃદ્ધાઆશ્રમ વિશે માહિતી આપેલ અને અન્ય મહિલાઓ ની સંસ્થા વિશે માહિતી આપેલ .હાલ સાથે તેમની એક દીકરી હાજર હોય જેમને પણ સમજાવેલ. પરંતુ તેઓ તેમના દીકરા પર કાયદાકીય કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોય જેથી વૃદ્ધાને સંસ્થામાં જવું હોવાથી જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત મહિલા આશ્રય સ્થાન સંસ્થા માં લઇ જઇ તેમની દીકરીને સાથે રાખી વૃદ્ધા ને આશ્રય અપાવેલ.