અભિનેતા મનોજ વાજપેયીની ફિલ્મ ‘જોરમ’નું ટ્રેલર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું. મનોજ વાજપેયી એક પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. અભિનેતા આ ફિલ્મમાં તેમની ત્રણ મહિનાની દીકરીને બચાવવા માટે એક શહેરથી બીજા શહેરમાં ભાગી રહ્યા છે.
અભિનેતા મનોજ વાજપેયીની ફિલ્મ ‘જોરમ’નું ટ્રેલર શુક્રવારે જાહેર કરવામાં આવ્યું અને 8 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન દેવાશીષ મખીજાએ કર્યું છે, જેમાં મનોજ વાજપેયી એક પિતાની ભૂમિકા ભજવતા જોવા મળશે. અભિનેતા આ ફિલ્મમાં તેમની ત્રણ મહિનાની દીકરીને બચાવવા માટે એક શહેરથી બીજા શહેરમાં ભાગી રહ્યા છે.
- Advertisement -
Running from danger, Dasru holds his baby close, facing the ultimate question: survive or confront the approaching end?#Joram trailer is out now!
🔗 – https://t.co/sxgRRgcvxu
In cinemas worldwide on 8th December.@ZeeStudios_ @Mdzeeshanayyub @nakdindianfakir @shariqpatel…
— manoj bajpayee (@BajpayeeManoj) November 24, 2023
- Advertisement -
ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, મનોજ વાજપેયી આ ફિલ્મમાં ‘દસરૂ’નું પાત્ર ભજવી રહ્યા છે અને તેમના પરિવાર સાથે ગામમાં રહે છે. તેમની જિંદગીમાં એક મોડ આવે છે અને જીવ બચાવવા માટે ગામ છોડીને મુંબઈ જવું પડે છે. દસરૂ તેની 3 મહિનાની દીકરી બચાવવા માટે ભાગી રહ્યો છે. પોલીસ અધિકારી ‘રત્નાકર’ દસરૂને પકવા માટે મિશન પર છે અને તે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
ફિલ્મની અધિકૃત લોગલાઈનમાં લખવામાં આવ્યું છે કે, ‘ખતરાથી બચવા માટે દસરૂ તેની દીકરીને પોતાની પાસે જ રાખે છે અને છેલ્લા પ્રશ્નનો સામનો કરે છે. તે બચશે અથવા આવનારા અંતનો સામનો કરશે? ઝારખંડ પર આધારિત આ ફિલ્મ સામાજિક અસમાનતા, આદિવાસી સમુદાય સાથે કરવામાં આવતા અન્યાય અને વનની કાપણી જેવા મુદ્દાઓ પર આધારિત છે.’