સમાજના તેજસ્વી તારલાઓને બિરદાવવા તથા પ્રોત્સાહિત કરવા સમાજના ‘નૂર’ મયુરધ્વજસિંહ ન્યોછાવર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કહેવાય છે કે હિરાની ચમકને એક જૌહરી એટલે કે પારંગત હોય તે જ સમજી શકે છે અને ઉજાગર કરી શકે છે. જ્યારે બાળક ભણે અને તેમાં અગ્રતા હાંસલ કરે ત્યારે તેને જો પ્રોત્સાહિત કરવામાં ન આવે તો તે મુરજાય જાય છે અને આ વાત સમાજના જે ‘નૂરે રત્ન’ હોય એ જ ભલિભાંતિ સમજી શકે છે અને એટલે જ જોડિયા તાલુકા રાજપુત સમાજ દ્વારા આગામી તા. 21 ડિસેમ્બરે યોજાનાર તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ પાર પાડવાની અથથી ઈતિ સુધીની તમામ આર્થિક જવાબદારી રાજકોટ ઉંખઉં ગ્રુપના ખઉ મયુરધ્વજસિંહ જાડેજાએ ઉઠાવી છે.
તા. 21મીએ સવારે 9-30 કલાકે જોડિયા તાલુકાના પડાણા ગામે આ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મહેમાનોના સામૈયા બાદ શાસ્ત્રી જ્ઞાનવલ્લભદાસજી સ્વામિ (પૂર્વ મહંતશ્રી સ્વામિનારાયણ મંદિર, મુળી) આશીર્વચન પાઠવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઠાકોર સાહેબે મયુરધ્વજસિંહ જાડેજાના આ કાર્યને વેગ આપીને વખાણ્યો છે.
કાર્યક્રમનું ઉદ્ઘાટન મયુરધ્વજસિંહ જાડેજા તથા ઈન્દ્રવિજયસિંહજી રાઓલ (લાખણકા સ્ટેટ) કરશે. મુખ્ય મહેમાન તરીકે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપસ્થિત રહેશે અને અતિથિવિશેષ તરીકે એમ. બી. જાડેજા (રિટાયર્ડ એમ.ડી. પીજીવીસીએલ), પરબતસિંહજી બી. જાડેજા (પ્રમુખ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ, હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય-રાજકોટ), ડો. જીગરસિંહજી જાડેજા (જાણીતા ન્યૂરો એન્ડ સ્પાઈન સર્જન-રાજકોટ), ડો. રાજેન્દ્રસિંહજી એસ. જાડેજા (કાર્યકારી પ્રમુખ જામનગર જિલ્લા રાજપુત સમાજ), વિજયસિંહજી જાડેજા (પડાણા, શ્રીરાજ સિક્યોરીટી રાજકોટ), રણજીતસિંહજી રાજપુત (પોલીસ ઈન્સ્પેકટર જોડીયા), કે. ડી. જાડેજા (પોલીસ સબ ઈન્સ્પેકટર), શક્તિસિંહજી જાડેજા (કોટડાનાયાણી, ભૂમિ ગ્રુપ ગોંડલ) વગેરે મહાનુભાવો શોભા વધારશે.
આ સમગ્ર કાર્યક્રમની વિશેષતા એ છે કે આ કાર્યક્રમમાં પ્રમુખ અરવિંદસિંહજી જાડેજા અને મંત્રી નરેન્દ્રસિંહજી જાડેજાએ રાજપુત સમાજના મોભીઓને પરંપરાગત પોશાક સાફો પાઘડી પહેરીને ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.