ખાસ-ખબર સંવાદદાતા
દુનિયાભરમાં વધતા અનિશ્ચિતતાના માહોલમાં ભારતમાં વધતી બેરોજગારીએ પડકારો વધાર્યા છે. આર્થિક થીંક-ટેન્ક સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઆઈ) ના આંકડા અનુસાર જૂન 2022માં દેશમાં રોજગારમાં એક કરોડથી વધુનો ઘટાડો થયો છે.
જો કે ચાલુ મહિને તેમાં સુધારાનું અનુમાન બતાવવામાં આવ્યું છે. સીએઆઈઆઈઈના આંકડા અનુસાર મે મહિનામાં અખિલ ભારતીય બેરોજગારી દર 7.12 ટકા રહ્યો હતો. સીએમઆઈઈએ જણાવ્યું હતું કે ભારતના જૂન 2022ના શ્રમ આંકડા ખૂબ જ નિરાશાજનક રહ્યા છે. રોજગાર મે 2022માં 40.4 કરોડથી ઘટીને જૂનમાં 2022માં 39.0 કરોડ રહી ગયો હતો.