જાથાની રજૂઆત બાદ કથા બંધ રાખવાની ફરજ પડી
ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસ.ટી. વર્કશોપનું નવનિર્માણ થયું હતું. જે તે સમયે ધાર્મિક વિધિ-વિધાન યોજાયા હતા. બાદ અમરેલી એસ.ટી. વિભાગીય કચેરીની સંમતિથી મિટીંગની આડમાં કોડીનાર વર્કશોપમાં સત્યનારાયણની કથા, પ્રસાદી, જમણવારનું આયોજન નક્કી કરવામાં આવ્યું હતું. એસ.ટી. કર્મચારીઓ પાસેથી ફંડ-ફાળાથી સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. નારાજ ડ્રાઈવર-કંડકટરોએ જાથાને સમગ્ર હકિકતથી વાકેફ કરી ધાર્મિક આયોજનમાં શ્રદ્ધા ન હોવાની વાત મુકી હતી. જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ આવેદનપત્ર સંબંધી હકિકત રાજયના મુખ્યમંત્રી, પોલીસ વડા સહિત પાઠવીને કાયદો-વ્યવસ્થા માટે પોલીસની માંગણી કરવામાં આવી હતી.
- Advertisement -
કોડીનાર પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ફાળવણી કરવામાં આવી હતી. જાથાના રાજય ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ કાર્યકરોએ એસ.ટી. વર્કશોપમાં નિયામક અતુલ સોલંકીને આવેદનપત્ર પાઠવી સરકારી સંપતિમાં ધાર્મિક આયોજન બંધારણ બંધ, સવિસ રૂલ્સનું ઉલ્લંઘન, મુસાફરોની હાલાકી, કર્મચારીઓ પાસે ફંડફાળા, ભારતમાં અનેક ધર્મોના નાગરિકો પોતાની ઓફિસમાં ધાર્મિક માગણી ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ, વાદ-વિવાદ ઉભા થવાની શકયતા, મિટીંગની આડમાં ધાર્મિક આયોજન બાબતે રજુઆત કરવામાં આવી હતી. રજુઆત વખતે પીઠડીયાના જીવણભાઈ મિયાત્રા, નરેશ વાળા, એડવોકેટ લલિતકુમાર વાળાએ સકારાત્મક સૂચનો કર્યા હતા. વિજ્ઞાન જાથાના કાર્યકરો, શુભેચ્છકો વચ્ચે નિયામક અતુલ સોલંકીએ વાત મુકી હતી, જાથા રજુઆતમાં સંમતિ દર્શાવી હતી. ભવિષ્યમાં ખાસ ધ્યાન રાખવામાં આવશે. કોડીનાર મામલતદારને જાથાએ આવેદનપત્ર પાઠવી સરકારી મિલ્કતમાં કોઈપણ આયોજન થવા જોઈએ નહિ. ભવિષ્યમાં પ્રશ્ર્નો ઉભા થાય નહિ તે સંબંધી વાત મુકી હતી.