ખાસ-ખબર સંવાદદાતા
ઈંગ્લેન્ડે ટી-20 વર્લ્ડ કપની સુપર-12 મેચમાં બાંગ્લાદેશ સામે આઠ વિકેટથી આસાન વિજય હાંસલ કર્યો હતો. જીતવા માટે જરુરી 125 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે માત્ર 14.1 ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. જેસન રોયે 38 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. સુપર-12માં ઈગ્લેન્ડે આ સાથે બીજો વિજય મેળવ્યો હતો. તેઓ અગાઉ વેસ્ટ ઈન્ડિઝ સામે પણ જીતી ચૂક્યા છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. તેમના ટોચના ત્રણ બેટ્સમેનો માત્ર 26 રનમાં જ પેવેલિયનમાં પાછા ફરી ગયા હતા. રહીમે 30 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 29 રન નોંધાવ્યા હતા.
- Advertisement -