જશાધાર ગામે બસ સ્ટેશન નજીક તુલસીશ્યાર રોડ પર સરકડીયા નેશમાં રહેતો નાગ વાસુર આહીરે વન વિભાગના ફોરેસ્ટર કર્મચારીને કહેલ કે, તું કેમ મારી સામે જોયા કેમ કરે છે તેમ જણાવી અગાઉ મારા માણસોને દારૂના કેસમાં પકડાવે છે. તેવું જણાવી ફોરેસ્ટ કર્મચારીનો કાઠલો પકડી જપાજપી કરી જમણા હાથમાં પહેરેલ કડુ ફોરેસ્ટ કર્મીના માથાના ભાગે મારી ગંભીર ઇજા કરતા લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડાયેલા અને મને ચેક પોસ્ટ પર રોકીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે નાગ વાસુર આહીર વિરૂદ્ધ પોલીસમાં ફરજ રૂકાવટ સહિતની કલમ હેઠળ ફરીયાદ નોધાવેલ હતી અને પોલીસે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરી હતી. જે અંગેનો કેસ ગીરગઢડા જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસની કોર્ટોમાં ચાલી જતાં સાક્ષી અને પુરાવા તેમજ વકીલની દલીલોને ધ્યાને લઇ નાગ વાસુર આહીર સામે કેસ સાબીત થતાં 3 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. આરોપી દંડની રકમ નહીભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજાનો હુકમ કોર્ટે ફટકારેલ છે.
જશાધાર ફોરેસ્ટ કર્મી પર હુમલો કરી ધમકી આપનાર શખ્સને 3 વર્ષની સજા

Follow US
Find US on Social Medias