સાવ ઓછા પાવરથી ચાલતું આ નગારૂ વીજળીની પણ બચત કરે છે.
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના દરેક મોટા મંદિરોમાં આરતી સમયે મશીનથી ચાલતા નગારા તો સૌ કોઈએ જોયા જ હશે, ત્યારે અહીં આપણે વાત કરીશું મીની આરતી મશીનની. જસદણના લાતી પ્લોટમાં રહેતાં અને આદ્યશક્તિ હેન્ડક્રાફટના નામથી વ્યવસાય કરતાં ગૌતમભાઈ વઘાસીયાએ મીની આરતી મશીન બનાવી ઉદ્યોગની યશકલગીમાં વધુ એક પીંછાનો ઉમેરો કર્યો છે. આ મશીનનો ફાયદો એ છે કે તમે ઘરમાં પણ આરતી માટે આ મશીનનો ઉપયોગ કરી શકો છો એટલું જ નહીં પણ સોશ્યલ મિડીયામાં પણ લાખો લોકોએ આ મીની મશીન નિહાળ્યું હતું અને સૌ કોઈને પસંદ પડ્યું હતું.
ગૌતમભાઈ વઘાસીયાએ કોરોનાની બીજી લહેરમાં વેપાર-ધંધો ઠપ્પ હતો ત્યારે આ સમયનો સદ્ઉપયોગ કરી તેમણે પોતાની સુઝબુઝથી નાનું નગારૂ (આરતી મશીન) બનાવ્યું છે જેનું વજન માત્ર 4.25 કિલો, લંબાઈ 15 ઈંચ, પહોળાઈ 7.5 ઈંચ, ઊંચાઈ 8 ઈંચ અને માત્ર 12 જ વોટથી ચાલે છે. આ આરતી મશીનમાં બે બેલ, બે ટકોરી સાથે મોટા નગારામાં આવે તે બધું જ સાથે છે. આમ આ મોટા નગારામાં જે સુવિધા આપવામાં આવે તે બધી સુવિધા આ નગારામાં છે.
- Advertisement -
અત્યાર સુધીમાં આવું નગારૂ કોઈએ પણ નથી બનાવ્યું. ગૌતમભાઈને પહેલેથી જ કંઈક અલગ કરવાની જીજ્ઞાસા હતી પરિણામે તેમણે કોરોનામાં ધંધામાં મંદીને કારણે નવરાશના સમયમાં માત્ર થોડા દિવસોમાં જ મોટા નગારા જેવું સાવ નાનું નગારૂં બનાવ્યું. મોટા નગારામાં જે સુવિધા આપવામાં આવે તે બધી સુવિધા આ નગારામાં છે. માત્ર 5 કિલો વજનનું આ નગારૂં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ તેમનો વિડીયો લાખો લોકોએ નિહાળ્યો. ખૂબીની વાત એ છે કે સાવ ઓછા પાવરમાં તે ચાલે છે. આથી વીજળીની પણ બચત થાય છે. ગૌતમભાઈએ જણાવ્યું હતું કે આ નગારાની લંબાઈ 15 ઈંચ, પહોળાઈ 7 ઈંચ, ઊંચાઈ 8 ઈંચ, વજન 5 કિલોગ્રામ છે. આમેય જસદણ હાથ બનાવટની ચીજવસ્તુઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ આરતી મશીન બનાવતાં ગૌતમભાઈને બે મહીનાનો સમય લાગ્યો હતો તેમજ 200 પાર્ટસથી આ આરતી મશીન બનાવવામાં આવ્યું છે.
સવાર-સાંજ પાંચ મિનીટ ચાલુ રાખવાથી એક મહીનાનું માત્ર 10 રૂપિયા જેટલું જ બીલ આવે છે. આ આરતી મશીનની કિંમત માત્ર 6000 હજાર રૂપિયા છે આમ આ આરતી મશીન વેચાણ અર્થે બજારમાં મૂકવામાં આવ્યું છે.