યુવકનું બાઇકમાં અપહરણ કરી મૃતકની પત્ની પાસેથી 20 હજાર પડાવી લીધા હતા : કારની ઉઘરાણી કારણભૂત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જસદણના કાળાસર ગામના યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પરિવારે હત્યાના આક્ષેપ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો રૂરલ એલસીબીની ટીમે તપાસ કરતા 90 હજારની ઉઘરાણી મામલે વિરનગરના ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી તેની પત્ની પાસેથી 20 હજાર પડાવી બેફામ મારફૂટ કરી મોતને ઘાટ ઉતારી આટકોટના તળાવ નજીક લાશ ફેકી દીધી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હે.
- Advertisement -
જસદણના વિરનગર પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી તપાસ કરતા મૃતક યુવાન કાળાસર ગામનો લાલજી ધીરૂભાઈ મકવાણા ઉ.30 હોવાનું જાણવા મળ્યું હતું મૃતકના પરિવારે વ્યાજખોર ત્રિપુટી સામે આક્ષેપ કરી યુવકની હત્યા કરી હોવાની શંકા દર્શાવી હતી દરમિયાન એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ એલસીબી પીઆઈ વી વી વોડેદરા સહિતના સ્ટાફે તપાસ કરતા ગત.તા.29ના રોજ લાલજી મકવાણા ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયો હતો તેમજ તેને એક વર્ષ પહેલા ઈકો કાર વિરનગરમાં રહેતા આલકુ અમરૂભાઈ જેબલીયાને વેંચી હતી જેમાં તેને અગાઉ 90 હજાર લીધા હતા અને કાર નામે થયા બાદ વધુ રૂપિયા આપવાની વાત થઈ હતી દરમ્યાન આ કારનો મૂળ માલિક ચોટીલાના પરબડી ગામનો જીતેન્દ્ર ધીરૂભાઈ વાઘેલા ફરિયાદ કરી કાર લઈ ગયો હોય જેથી આલકુએ લાલજી પાસેથી 90 હજારની ઉઘરાણી કરતો હોય અને લાલજી પૈસા આપતો ન હોય જેથી અલ્લુ જેબલીયાએ વોચ ગોઠવી લાલજીનું અપહરણ કરી વિરનગરની સીમમાં અજય ભોજકની વાડીએ લઈ જઈ ઝાડ સાથે બાંધી બેફામ મારકુટ કરી પતાવી દઈ તેની વાડીથી દુર અવાવરૂ જગ્યાએ લાશ ફેંકી દીધી હતી આ હત્યામાં અલ્લુ સાથે અજય ભોજક અને સિધરાજ ગીડા પણ સામે હોવાનું ખુલતા પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.