વિ.હિ.પ. દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવના ઉપક્રમે જન્માષ્ટમી શોભાયાત્રાનો રૂટ જાહેર કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આગામી સોમવારના રોજ શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ફલોટ, બેન્ડ પાર્ટી, કળશધારી બહેનો, સુશોભીત થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અનેક શણગાર કરીને આવેલા નાના વાહનો, ઉંટગાડી, ઘોડેસવાર, શણગારેલ ટ્રાઈસીકલ, શણગારેલ સાયકલો સહિતની નીકળનારી ભવ્ય શોભાયાત્રા શહેરભરમાં ભ્રમણ કરશે. રથયાત્રામાં અનેક સંસ્થા, મંડળ, ગ્રુપ દ્વારા પોતાના કાર્યર્ક્તાઓ દ્વારા તૈયાર કરેલા ફલોટસ લઈને યાત્રામાં જોડાતા હોય છે. આ સેવાભાવી મિત્રોને ખર્ચમાં વિશેષ ખર્ચ વાહનનો થતો હોય છે. આ ખર્ચને પહોંચી વળવા માટે રાજકોટના અનેકવિધ સેવાભાવી ટ્રાન્સપોટરો દ્વારા પોતાના વાહનો ફલોટ બનાવવા માટે નિ:શુલ્ક ધોરણે ફાળવવાની પહેલ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી છે.
જેના ભાગરૂપે હિન્દુ સમાજને ભવ્ય અને દિવ્ય શોભાયાત્રામાં ખૂબ અગત્યના અને જરૂરી એવા વાહનો એ પણ પેટ્રોલ પુરાવી ડ્રાઈવરની સુવિધા સાથે ટ્રાન્સપોર્ટરોની એક યાદી આ સાથે જાહેર કરવામાં આવી છે. તેમના યોગદાન થકી દર વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા ઉતરોતર પ્રગતિના અવનવા સોપાનો સર કરી રહી છે.
દર વર્ષે યોજાતી ભવ્ય શોભાયાત્રાને નિહાળવા માટે લાખોની સંખ્યામાં રાજકોટની ધર્મપ્રેમી જનતા ઉમટી પડે છે. નાના બાળકો, મહિલાઓ, યુવાનો, વયોવૃદ્ધો સહિતનો હિન્દુ સમાજ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનનો અદ્ભુત લ્હાવો આ શોભાયાત્રામાં લેતાં હોય છે. આ શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળવાની છે તે રૂટની યાદી સમિતિ દ્વારા પ્રજાજનોની જાણકારી માટે જાહેર કરવામાં આવી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષે નવિનતમ થીમ અને સૂત્ર સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે યોજાતી શોભાયાત્રામાં મુખ્ય રથ આ થીમ અને સૂત્ર પર આધારીત હોય છે. આ વર્ષે જાહેર થયેલા થીમ અને સૂત્ર પર આધારીત રથયાત્રાનો મુખ્ય રથ કે જે એક વિશેષ ટ્રોલીમાં બનાવવામાં આવે છે. આ ટ્રોલીને અન્ય વાહન દ્વારા વહન કરવામાં આવતી હોય છે.
રથયાત્રાના આકર્ષણ સમાન અને રૂટ ઉપર ઠેર ઠેર જયાં ભગવાનના વધામણા કરવામાં આવે છે તેવો મુખ્ય રથ આ વર્ષની થીમ મુજબ બનવાનો છે. આ મુખ્ય રથ બનાવવા માટેના સંયોજક બનવાનું બીડુ જાણીતા શ્રેષ્ઠી અને દાનવીર દાતા ધીરૂભાઈ વીરડીયાએ ઝપડયુ છે. ઉદ્યોગપતિ એવા ધીરૂભાઈ વીરડીયા સેવાકીય અને સામાજીક કાર્ય ક્ષ્ોત્રે પોતાની અનન્ય સેવા ઘણા સમયથી આપી રહ્યાં છે.
- Advertisement -
તેમની નિમણુંક થતા માર્ગદર્શકો સર્વે નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્સવ સમિતિના અધ્યક્ષ્ા રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), કાર્યકારી અધ્યક્ષ્ા તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ), શોભાયાત્રાના અધ્યક્ષ્ા વિજયભાઈ વાંક, શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષભાઈ બેચરા, મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્ચાર્જ કૃણાલભાઈ વ્યાસ, કોષાધ્યક્ષ્ા વિનુભાઈ ટીલાવત, સહ-કોષાધ્યક્ષ્ા રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજભાઈ ડોડીયા, આલાપભાઈ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષભાઈ વ્યાસ તથા પ્રેસ મીડીયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.
જાણો શહેરના ક્યા રાજમાર્ગો પર નીકળશે શોભાયાત્રા
ધર્મસભા બાદ ધર્મયાત્રા પ્રસ્થાન મવડી ચોકડીથી નાનામવા સર્કલ, કે.કે.વી. હોલ સર્કલ, રૈયા સર્કલ, હનુમાન મઢી ચોક, આમ્રપાલી રોડ, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, હરીહર ચોક, પંચનાથ મંદિર રોડ, લીમડા ચોક, ભાવનગરનો ઉતારો એસ.બી.આઈ. બેંકની બાજુમાં ત્રિકોણબાગથી જુની ગેસ્ફોર્ડ ટોકીઝ રોડથી માલવીયા ચોકથી લોધાવાડ ચોકથી ગોંડલ રોડ, મકકમ ચોક, 80 ફુટ રોડ, પાસપોર્ટ ઓફીસ, નાગરિક બેંક ચોક, ધારેશ્ર્વર મંદિર, ભક્તિનગર સર્કલ, સોરઠીયાવાડી ચોક, કેવડાવાડી મેઈન રોડ, બોમ્બે આર્યન ચોક થઈને જિલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા જેલ ચોક, જુનુ બી-ડીવીઝન પોલીસ સ્ટેશન થઈ ચુનારાવાડ મેઈન રોડ, ચંપકનગર, સંત કબીર રોડ, કે.ડી. કોમ્પલેક્ષ્ા ચોક, ગોવિંદબાગ શાકમાર્કેટ, બાલક હનુમાન મંદિર, પેડક રોડ, પાણીના ઘોડા ખાતે સમાપન થશે.