રૂા. 1.34 લાખ કરતાં વધુ રકમની વસ્તુઓ ઇજાગ્રસ્તને પરત કરી
માત્ર જીવન જ નથી બચાવતી, જીવન જીવવાનાં પાઠ પણ શીખવાડે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ઇમરજન્સી 108 સેવાના કર્મીઓ નિષ્ઠાની અવાર-નવાર મિસાલ પૂરી પાડતા હોય છે. 108 ની સેવા આકસ્મિક સમયમાં જીવન રક્ષક બનીને સેંકડો લોકોના જીવ બચાવવા માટે જાણીતી છે અને 108એ તેની સેવાથી પ્રજાના હ્રદયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ અપ્રતિમ સેવાના મૂળમાં તેના કર્મચારીઓની કર્તવ્ય પરાયણતા છે. તેના કર્મચારીઓની આવી કર્તવ્ય પરાયણતા અને નિષ્ઠાનો આવો જ એક કિસ્સો બન્યો છે. જેમાં જામકંડોરણા રાજકોટ 108 સ્ટાફે રૂા.1.34 લાખ કરતાં વધુ રકમ, મોબાઇલ ફોન સહિતની કિમતી વસ્તુઓ અકસ્માતગ્રસ્ત વ્યક્તિના પરિવારજનોને સાભાર પરત કરી ઇમાનદારીનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામકંડોરણા 108 ઇમરજન્સી ટીમને સાંજે કોલ આવ્યો હતો. જેમાં ગોંડલ તાલુકા હડમતલાથી આંબલીયા ગામ નજીક અકસ્માત નડતાં ફોર વ્હીલર કાર પલટી મારી જતા ચાલક યુવક બેભાન થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જામકંડોરણા 108 એમ્બ્યુલન્સ મદદ માટે તુરંત સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતાં ઇ.એમ.ટી પ્રવીણ ઠાકોર અને પાયલોટ પૃથ્વીરાજ જાડેજાને કાર ચાલક યુવાન બેભાન થયેલો જણાયો હતો. આથી તેમને પ્રાથમિક સારવાર પુરી પાડી હતી. આ તકે વધુ તપાસ કરતાં ઇજાગ્રસ્ત યુવાન પાસે થી 1.34 લાખ રોકડા રકમ અને મોબાઇલ, સહિત ચીજવસ્તુઓ મળી
આવી હતી.